IRM એનર્જીના IPOની આજે પ્રાઇમરી માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રીઃ પ્રાઇસબેન્ડઃ રૂ. 480-505, એન્કર ઇન્વેસ્ટર્સનું રૂ. 160.35 કરોડ ઇન્વેસ્ટમેન્ટ
IPO સબસ્ક્રિપ્શનઃ એન્કર રોકાણકારો પાસેથી ₹160.35 કરોડ એકત્ર કર્યા
IRM એનર્જી: રૂ.480-505ની પ્રાઇસબેન્ડ
IPO ખૂલશે | 18 ઓક્ટોબર |
IPO બંધ થશે | 20 ઓક્ટોબર |
એન્કર પોર્શન | 17 ઓક્ટોબર |
ફેસ વેલ્યૂ | રૂ.10 |
પ્રાઇસ બેન્ડ | રૂ.480-505 |
લોટ સાઇઝ | 29 શેર્સ |
ઇશ્યૂ સાઇઝ | 10800000 શેર્સ |
ઇશ્યૂ સાઇઝ | રૂ.545.40 કરોડ |
એમ્પ્લોઇ ડિસ્કાઉન્ટ | રૂ.48 |
લિસ્ટિંગ | BSE, NSE |
અમદાવાદ, 18 ઓક્ટોબરઃ IRM એનર્જીના આકર્ષક IPOની આજે પ્રાઇમરી માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રી થઇ રહી છે. ઇશ્યૂ 20 ઓક્ટોબરે બંધ થશે. કંપનીએ IPO માટે 480-505 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. આ ઇશ્યૂ સંપૂર્ણપણે 1.08 કરોડ શેરનો ફ્રેશ ઈક્વિટી ઈશ્યુ છે. કંપની IPO દ્વારા લગભગ રૂ. 545 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. IRM એનર્જી ગુજરાતની ટોચની ફાર્માસ્યુટિકલ કંપનીઓમાંની એક કેડિલા ફાર્મા દ્વારા સંચાલિત છે. જેનું ગ્રે માર્કેટમાં IPO રૂ. પ્રીમિયમ 90-100 રૂપિયાની વચ્ચે ચાલે છે. IRM એનર્જીના લિસ્ટેડ હરીફની સરખામણીમાં IRMનું RONW 18.23 ટકા પર મજબૂત છે. તે જોતાં મોટાભાગના અગ્રણી બ્રોકરેજ હાઉસ અને બજાર પંડિતો આ ઇશ્યૂમાં શોર્ટ, મિડિયમ તેમજ લોંગટર્મ માટે એપ્લિકેશન કરવા માટે ભલામણ કરી રહ્યા છે.
IRM એનર્જીના IPOમાં લોટ સાઇઝ
એપ્લિકેશન | લોટ | શેર્સ | રકમ |
Retail (Min) | 1 | 29 | ₹14,645 |
Retail (Max) | 13 | 377 | ₹190,385 |
S-HNI (Min) | 14 | 406 | ₹205,030 |
S-HNI (Max) | 68 | 1,972 | ₹995,860 |
B-HNI (Min) | 69 | 2,001 | ₹1,010,505 |
IRM એનર્જીએ બિડિંગ માટે તેના IPO સબસ્ક્રિપ્શન ઓપનિંગના એક દિવસ પહેલા એન્કર રોકાણકારો પાસેથી ₹160.35 કરોડ એકત્ર કર્યા છે. ઇન્ટિગ્રેટેડ ફેસિલિટી મેનેજમેન્ટ કંપનીએ 12 એન્કર રોકાણકારોને 505 રૂપિયાના દરે 31,75,200 શેર ફાળવ્યા છે.
એન્કર બુક દ્વારા કંપનીમાં ભાગ લેનારા સ્થાનિક રોકાણકારોમાં DSP મ્યુચ્યુઅલ ફંડ, ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડ, SBI જનરલ ઈન્સ્યોરન્સ કંપની, HDFC લાઈફ ઈન્સ્યોરન્સ કંપની, બેન્ક ઓફ ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ, ITI મ્યુચ્યુઅલ ફંડ, નિપ્પોન ઈન્ડિયા અને PNB મેટલાઈફ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપનીનો સમાવેશ થાય છે. ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડે ફાળવણીનો 24.54% હિસ્સો મેળવ્યો, જ્યારે ITI ફ્લેક્સી કેપ ફંડ અને ITI મિડ કેપ દરેકે 1.56% નેટ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે.
ચાર સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડોએ કુલ આઠ સ્કીમ દ્વારા અરજી કરી છે. તેઓએ સામૂહિક રીતે રૂ. 87.34 કરોડના એન્કર હિસ્સાના 54.47% નેટ એપ્લાય કર્યા છે.
બેંક ઓફ ઈન્ડિયાએ તેના ત્રણ ફંડ્સ દ્વારા 6.23 ટકાની ફાળવણી મેળવી છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)