પિરામલ એન્ટરપ્રાઇઝનો NCD ટ્રૅન્ચ I ઇસ્યૂ 19 ઑક્ટોબરે ખૂલશે, કૂપન રેટ 9.35% વાર્ષિક
દરેક Rs.1,000 ની ફેસ વેલ્યુના સુરક્ષિત, રેટેડ, લિસ્ટેડ, રિડીમેબલ, નોન–કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCDs)નો જાહેર ઇસ્યૂ | NCDs નો ટ્રૅંચ I ઇસ્યૂ Rs200 કરોડના બેઝ ઈસ્યુની સાઇઝ માટે છે જેમાં Rs800 કરોડ સુધીનો ગ્રીન શૂ વિકલ્પ, કુલ Rs1,000 કરોડ સુધી છે, જે રૂ.3,000 કરોડની (“શેલ્ફ લિમિટ“) શેલ્ફ મર્યાદાની અંદર છે |
NCDsને ICRA અને CARE AA દ્વારા [ICRA] AA (સ્થિર); અને કેર રેટિંગ્ દ્વારા સ્થિર રેટિંગ | ટ્રૅંચ I NCD ઇસ્યૂ 19ઓક્ટોબરે ખૂલી 2 નવેમ્બરે બંધ થવાના અથવા સમય વધારાના વિકલ્પ સાથે બંધ થશે |
કૂપન રેટ વાર્ષિક 9.35% સુધી | NCDs BSE NSE પર લિસ્ટેડ થશે |
અમદાવાદ, 19 ઓક્ટોબરઃ પિરામલ એન્ટરપ્રાઇઝ લિમિટેડ, બિન-થાપણ લેતી સંસ્થા છે, જે આરબીઆઈ સાથે નોંધાયેલી પ્રણાલીગત રીતે મહત્વપૂર્ણ એનબીએફસી છે, જથ્થાબંધ અને છૂટક ધિરાણ પ્રદાન કરવાની પ્રવૃત્તિ કરે છે, જેમણે ઑક્ટોબર 16, 2023ની તારીખ ધરાવતું ટ્રૅંચ I પ્રોસ્પેક્ટસ ફાઇલ કર્યું છે, જેને 16 ઑક્ટોબર, 2023ના શેલ્ફ પ્રોસ્પેક્ટસ સાથે વાંચવાનું રહેશે (એ “શેલ્ફ પ્રોસ્પેક્ટસ” નો ટ્રૅંચ I પ્રોસ્પેક્ટસ સાથે “પ્રોસ્પેક્ટસ” તરીકે સંદર્ભ આપવામાં આવે છે), જેને દરેક Rs.1,000 ની ફેસ વેલ્યુના સુરક્ષિત, રેટેડ, લિસ્ટેડ, રિડીમેબલ, નોન-કન્વર્ટિબલ ડિબેન્ચરના જાહેર ઇસ્યૂ માટે પ્રસ્તુત કરવામાં આવેલ છે. બેઝ ઇસ્યૂનું કદ રૂ. 200 કરોડ નું છે જેમાં તેની સાથે રૂ.800 કરોડનો ગ્રીન શૂ વિકલ્પ આપેલ છે, કુલ એકંદરે Rs.1,000 કરોડ સુધી (“ટ્રૅંચ I ઇસ્યૂ”), જે Rs.3,000 કરોડ (“ઇસ્યૂ”)ની શેલ્ફ મર્યાદાની અંદર છે.
આ ટ્રૅંચ ઇસ્યૂ 19 ઓક્ટોબરે ખૂલશે અને 2 નવેમ્બરે વહેલા બંધ થવાના અથવા સમય વધારાના વિકલ્પ સાથે બંધ થાય છે. NCDsને BSE અને NSE પર સૂચિબદ્ધ કરવાની દરખાસ્ત છે, જેમાં BSE ઇસ્યૂ માટે નિયુક્ત સ્ટોક એક્સચેન્જ છે. NCD ને [ICRA] AA (ICRA લિમિટેડ અને CARE AA દ્વારા સ્થિર; કેર રેટિંગ્સ લિમિટેડ દ્વારા સ્થિર) રેટ કરવામાં આવેલ છે.
અરજીનું લઘુત્તમ કદ Rs.10,000 (એટલે કે 10 NCD) છે અને ત્યારબાદ તેના Rs.1,000 (એટલે કે 1 NCD)ના ગુણાંકમાં અરજી કરી શકાય છે
આ ઈસ્યુમાં NCD માટે 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ અને 10 વર્ષનો પાકતી મુદતનો વિકલ્પ છે, જેમાં વાર્ષિક કૂપન પેમેન્ટ અનુક્રમે I, II, III અને IV માં ઓફર કરવામાં આવે છે
વિવિધ શ્રેણીઓમાં NCD ધારકો માટે અસરકારક ઉપજ વાર્ષિક 9.00% થી 9.34% સુધીની છે
ટ્રૅન્ચ I ઇસ્યૂની ચોખ્ખી આવકમાંથી, ઓછામાં ઓછા 75% નો ઉપયોગ આગળના ધિરાણ કરવા, નાણાં ધિરાણ કરવા અને વ્યાજની પુન:ચુકવણી/પૂર્વચુકવણી કરવા તેમજ કંપનીના હાલના ઉધાર લીધેલા નાણાંના મુદ્દલની ચૂકવણી માટે કરવામાં આવશે અને વધુમાં વધુ 25% સુધીની રકમને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગમાં લેવાય છે.
લીડ મેનેજર્સઃ એ.કે. કેપિટલ, જેએમ ફાઇના., નુવામા વેલ્થ મેનેજમેન્ટ, અને ટ્રસ્ટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ ઇસ્યૂના લીડ મેનેજર્સ છે. IDBI ટ્રસ્ટીશીપ સર્વિસીસ ઈસ્યુ માટે ડિબેન્ચર ટ્રસ્ટી છે અને લિન્ક ઈન્ટાઇમ ઈસ્યુના રજીસ્ટ્રાર છે.