મુંબઈ, 1 નવેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.40,582.53 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. સોનાનો ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.62 સુધરી રૂ.61,002ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે ચાંદીનો ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.278 ઘટી રૂ.71,391 બોલાયો હતો. ક્રૂડ તેલનો નવેમ્બર વાયદો બેરલદીઠ રૂ.146ના ઉછાળા સાથે રૂ.6,928 બોલાઈ રહ્યો હતો. આ સામે કોટન-ખાંડીનો નવેમ્બર વાયદો ખાંડીદીઠ રૂ.220 ઘટી રૂ.58,100ના ભાવ થયા હતા.

મંગળવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં 18,95,848 સોદાઓમાં કુલ રૂ.1,07,737.13 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.24,144.39 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 83568.29 કરોડનો હતો.

સોના-ચાંદીમાં પરસ્પર વિરૂદ્ધ ચાલ

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં મંગળવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં MCX પર 3,87,701 સોદાઓમાં રૂ.15,784.7 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં MCX સોનું ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.61,117ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,539 અને નીચામાં રૂ.60,905 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.340 ઘટી રૂ.60,940ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.85 વધી રૂ.49,521 અને ગોલ્ડ-પેટલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.2 ઘટી રૂ.6,060ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની નવેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.198 ઘટી રૂ.60,879ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.72,492ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.72,750 અને નીચામાં રૂ.71,525 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.1,086 ઘટી રૂ.71,669 ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1,028 ઘટી રૂ.71,742 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1,048 ઘટી રૂ.71,742 બંધ થયો હતો.

બુલડેક્સ વાયદામાં રૂ.24 કરોડનાં કામકાજ

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં મંગળવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં MCX ખાતે 13,164 સોદાઓમાં રૂ.1,448.06 કરોડના વેપાર થયા હતા. તાંબુ ઓક્ટોબર વાયદો રૂ.701.05ના ભાવે ખૂલી, રૂ.0.35 વધી રૂ.702.75 જ્યારે એલ્યુમિનિયમ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.0.15 ઘટી રૂ.206.25 તેમ જ સીસું નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.90 ઘટી રૂ.185ના ભાવ થયા હતા. જસત ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.1.45 ઘટી રૂ.220ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની નવેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.0.15 ઘટી રૂ.206.95 સીસુ-મિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.7.35 વધી રૂ.192 જસત-મિની નવેમ્બર વાયદો રૂ.2.20 ઘટી રૂ.219.30 બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં મંગળવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં MCX પર 2,39,967 સોદાઓમાં રૂ.6,905.36 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ નવેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,970ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,970 અને નીચામાં રૂ.6,770 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.98 ઘટી રૂ.6,782 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની નવેમ્બર વાયદો રૂ.96 ઘટી રૂ.6,791 બંધ થયો હતો. નેચરલ ગેસ નવેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.278ના ભાવે ખૂલી, રૂ.21.50 વધી રૂ.301.20 અને નેચરલ ગેસ-મિની નવેમ્બર વાયદો 21 વધી 301 બંધ થયો હતો.

કોટન-ખાંડી વાયદો રૂ.220 નરમ

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં મંગળવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં MCX ખાતે રૂ.6.27 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલો દીઠ રૂ.1,583ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1,583 અને નીચામાં રૂ.1,583 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.61 વધી રૂ.1,583 થયો હતો. કોટન ખાંડી નવેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.58,220ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58,400 અને નીચામાં રૂ.58,220 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.380 ઘટી રૂ.58,320ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.5.90 ઘટી રૂ.901.90 બોલાયો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.24,144 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 83,568 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ મંગળવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.5,561.25 કરોડનાં 9,080.561 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.10,223.45 કરોડનાં 1,412.172 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.1,987.24 કરોડનાં 2,888,100 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.4,918.12 કરોડનાં 168,160,000 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.92.98 કરોડનાં 4,495 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.61.64 કરોડનાં 3,321 ટન તાંબાના વાયદાઓમાં રૂ.948.34 કરોડનાં 13,405 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.345.10 કરોડનાં 15,670 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ..56 કરોડનાં 96 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.5.58 કરોડનાં 60.84 ટનનાં કામકાજ થયાં હતાં.