• ગૌતમ અદાણીને મોટુ નુકસાન થયુ હોવા છતાં દાન કરવાની બાબતે આગળ રહ્યા
  • છેલ્લા પાંચ વર્ષમાં 3 વખત ભારતીય પરોપકારીની યાદીમાં શિવ નાદર અવ્વલ
  • 100 કરોડ કે તેથી વધુ દાન આપતા દાનવીરોની સંખ્યા 2થી વધી 14 થઈ
  • 50 કરોડ કે તેથી વધુ દાન આપતાં દાનવીરોની સંખ્યા 5થી વધી 24 થઈ

ઈન્ડિયા ફિલાન્થ્રોપિસ્ટ લિસ્ટ 2023

દાનવીરદાન 2023 (રૂ.માં)
શિવ નાદર2042 કરોડ
અઝીમ પ્રેમજી1774 કરોડ
મુકેશ અંબાણી376 કરોડ
આદિત્ય બિરલા287 કરોડ
ગૌતમ અદાણી285 કરોડ
બજાજ ફેમિલી264 કરોડ
અનિલ અગ્રવાલ241 કરોડ
નંદન નીલકેણી189 કરોડ
સાયરસ એન્ડ અદાર પુનાવાલ179 કરોડ
રોહિની નીલકેણી170 કરોડ

મુંબઈ, 3 નવેમ્બરઃ HCL ટેક્નોલોજીના ફાઉન્ડર શિવ નાદર ફરી આ વર્ષે દાનવીર કર્ણ સાબિત થયા છે. તેમણે આ વર્ષે ₹2,042 કરોડનું દાન આપીને ભારતના અગ્રણી પરોપકારી તરીકે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. ગતવર્ષે શિવ નાદરે રૂ. 1161 કરોડનું દાન કર્યું હતું. જે આ વર્ષે 75.88 ટકા વધાર્યું છે. અઝીમ પ્રેમજી, મુકેશ અંબાણી અને કુમાર મંગલમ બિરલા પણ ટોચના ચાર સ્થાને છે.

ટોચના 10 ભારતીય પરોપકારીઓએ 2022-23માં સામૂહિક રીતે ₹5,806 કરોડનું દાન આપ્યું હતું, જે અગાઉના વર્ષ કરતાં નોંધપાત્ર વધારો છે. અહેવાલમાં તાજેતરના વર્ષોમાં ₹100 કરોડ અને ₹50 કરોડથી વધુનું યોગદાન આપતા દાતાઓની સંખ્યામાં વધારો થયો છે.

HCL ટેક્નોલોજીના ફાઉન્ડર શિવ નાદરે 2,042 કરોડ રૂપિયાના વાર્ષિક દાન સાથે સતત બીજા વર્ષે અગ્રણી ભારતીય પરોપકારી તરીકે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે, 78 વર્ષીય નાદર પાંચ વર્ષમાં ત્રીજી વખત ચાર્ટમાં ટોચ પર છે. એડલગીવે હુરુન ઈન્ડિયા ફિલાન્થ્રોપી લિસ્ટ 2023 અનુસાર, નાદરનું યોગદાન મુખ્યત્વે કળા અને સંસ્કૃતિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને તેમાં વિદ્યાજ્ઞાન, શિવ નાદર યુનિવર્સિટી, શિવ નાદર સ્કૂલ, એજ્યુકેશન ઇનિશિયેટિવ અને કિરણ નાદર મ્યુઝિયમ ઓફ આર્ટમાં યોગદાનનો સમાવેશ થાય છે.

અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ નાણાકીય વર્ષ 2023માં શૈક્ષણિક હેતુઓ માટે ₹285 કરોડનું દાન કર્યું હતું. જે 2022ની તુલનાએ બે રેન્કિંગ આગળ વધી પાંચમા સ્થાને પહોંચ્યા છે.