અમદાવાદ, 10 નવેમ્બર: લક્ઝરી સરફેસ અને બાથવેર સોલ્યુશન્સ બ્રાન્ડ્ એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડે (એજીએલ) નાણાંકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળામાં ઓપરેશનલ અને નાણાંકીય કામગીરીમાં સુધારો નોંધાવ્યો છે. નાણાંકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળામાં કંપનીનું કોન્સોલિડેટેડ ચોખ્ખું વેચાણ 1% વધીને રૂ. 401 કરોડ નોંધાયું છે, જે નાણાંકીય વર્ષ 2023ના બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 398 કરોડના ચોખ્ખા વેચાણથી વધુ છે. નાણાંકીય વર્ષ 2023-24ના બીજા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખી ખોટ નાણાંકીય વર્ષ 2023ના બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 7.8 કરોડની ચોખ્ખી ખોટની સરખામણીમાં ઘટીને રૂ. 2.8 કરોડ થઈ છે. નાણાંકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળા માટે એબિટા રૂ. 19.9 કરોડ નોંધાઈ હતી. નાણાંકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળા માટે નિકાસો રૂ. 51 કરોડની હતી. કંપનીએ તાજેતરમાં મોરબી ખાતે તેનું મેગા વિસ્તરણ પૂર્ણ કર્યું છે અને ત્યારબાદ ગ્લેઝ્ડ વિટ્રીફાઈડ ટાઈલ્સ પ્લાન્ટ અને સેનિટરીવેર પ્લાન્ટની વ્યાવસાયિક કામગીરી શરૂ કરી છે.

Financial Highlights (Consolidated)

 Q224Q223YOYH124H123YOY
Sales
(Rs. Cr)
40013981%73567084%
EBITDA
(Rs.Cr)
19.9(0.9)2311%29.64.5558%
EBITDA
Margin(%)
5%(0.2)%520
bps
4%0.6%340
bps
NetProfit
(Rs.Cr)
(2.8)(7.8)62%(5.4)(11.8)50%
NetProfit Margin(%)(0.7)%(2.0)%126
bps
(0.7)%(1.7)%100
bps

કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કમલેશ પટેલે જણાવ્યું હતું કે, ઊંચા ઈનપુટ ખર્ચ એટલે કે ગેસની કિંમતો, કાચા માલના ભાવ બિઝનેસ અને માર્જિનને અસર કરતી હોવા છતાં, કંપનીએ નાણાંકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળા અને પ્રથમ અર્ધવાર્ષિક ગાળા માટે સારા પરિણામોની જાણ કરી છે. કંપનીએ રૂ. 6000 કરોડની કુલ આવક હાંસલ કરવાના લાંબા ગાળાના વિઝનને હાંસલ કરવા એન્હાન્સ્ડ સ્ટ્રેટેજિક ઇન્ટિગ્રેશન પ્રોગ્રામ (ઈએસઆઈપી)ની સફર શરૂ કરી છે.

Financial Highlights (Standalone)

 Q2 FY24Q2 FY23Y-O-YH1 FY24H1 FY23Y-O-Y
Net Sales (Rs. Cr)341.4351.7(3)%634.1615.33%
EBITDA (Rs. Cr)12.410.716%16.223.0(30)%
EBITDA Margin (%)3.6%3.0%60 bps2.6%3.7%(110) bps
Net Profit (Rs. Cr)8.48.7(3)%14.116.0(12)%
Net Profit Margin (%)2.5%2.5%(1) bps2.22.6(40) bps

નાણાંકીય વર્ષ 2024ના પ્રથમ છ મહિના દરમિયાન, એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ફ્યુચર સિરામિક પ્રાઈવેટ લિમિટેડે મોરબી ખાતે ગ્લેઝ્ડ વિટ્રિફાઈડ ટાઈલ્સ (જીવીટી) પ્લાન્ટની વ્યાવસાયિક કામગીરી શરૂ કરી હતી. કંપનીએ વાર્ષિક 5.94 મિલિયન ચોરસ મીટરની સ્થાપિત ક્ષમતા સાથે નવું ઉત્પાદન એકમ સ્થાપવા માટે રૂ. 173 કરોડથી વધુનું રોકાણ કર્યું છે. કંપની 1200×1200 એમએમ, 1200×1800 એમએમ, 1200×2400 એમએમ, 800×1600 એમએમ અને 800×2400 એમએમ ફોર્મેટમાં લાર્જ ફોર્મેટ જીવીટી ટાઇલ્સનું ઉત્પાદન કરશે.

સપ્ટેમ્બર 2023 (નાણાંકીય વર્ષ 2024ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા)ના રોજ પૂરા થયેલા છ મહિના માટે, કંપનીએ વાર્ષિક ધોરણે 4%ની વૃદ્ધિ સાથે રૂ. 735.7 કરોડનું ચોખ્ખું વેચાણ નોંધાવ્યું હતું, જેની સામે નાણાંકીય વર્ષ 2023ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં રૂ. 707.8 કરોડનું ચોખ્ખું વેચાણ નોંધાયું હતું. સપ્ટેમ્બર 2023ના રોજ પૂરા થયેલા નાણાંકીય વર્ષ 2024ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા માટે એબિટા 558%ની વૃદ્ધિ નોંધાવતા નાણાંકીય વર્ષ 2023ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં રૂ. 4.5 કરોડની સરખામણીએ રૂ. 29.6 કરોડ નોંધવામાં આવી હતી.