અમદાવાદ, 9 જાન્યુઆરીઃ ટૂંકસમયમાં જ લોકપ્રિય બનેલી ગ્લોબલ બ્રાન્ડ સ્ટારબક્સ ભારતમાં 1000 કાફે શરૂ કરવાની યોજનાના ભાગરૂપે દર ત્રીજા દિવસે એક નવો સ્ટોર ખોલશે. ભારતીયનું લોકપ્રિય પીણું ચાના માર્કેટમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ મારફત સુધારાઓ સાથે આકર્ષક ગ્રોથ જોવા મળ્યો હોવાનો સ્ટારબક્સના સીઈઓ લક્ષ્મણ નરસિમ્હે જણાવ્યું હતું.

સ્ટારબક્સના સીઈઓએ જણાવ્યું હતું કે, “તે ખરેખર પ્રભાવશાળી છે કે, જ્યારે તમે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ અને બિલ્ડિંગને તૈયાર થતું નજરે જુઓ છો. ડિજિટલ ક્રાંતિના માધ્યમથી સરકાર બિઝનેસના પડકારો દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તેમજ રેગ્યુલેટરી નીતિ-નિયમો સરળ બનાવી દેશમાં રોકાણ કરવા આકર્ષી રહી છે.”

નરસિમ્હને ગયા માર્ચમાં સુકાન સંભાળ્યા પછી ભારતની તેમની પ્રથમ મુલાકાત દરમિયાન આ અંગે જણાવ્યું હતું. ટાટા ગ્રુપની ટાટા કન્ઝ્યુમર સાથે સંયુક્ત સાહસ ધરાવતી વિશ્વની સૌથી મોટી કોફી રિટેલર પાસે 390 સ્ટોર્સ છે અને FY23માં તેણે 2012માં એક દાયકા પહેલાં દેશમાં સ્ટોર શરૂ કર્યા બાદથી પ્રથમ વખત રૂ. 1 હજાર કરોડના વેચાણ હાંસિલ કર્યા છે.

તેમના મતે, ભારત પાસે તેની સફળતાના માર્ગને વેગ આપવા માટે આજે બધું જ છે, ભારતમાં કોફીનો પ્રવેશ ચીન સહિતના મોટા ભાગના વિકસિત બજારોની તુલનામાં ઓછો છે જ્યાં તેણે છેલ્લા 25 વર્ષમાં 6000 સ્ટોર્સ ખોલ્યા છે.

ભારત ચીન જેવું જ છે કારણ કે તે હજારો નાના ટી સ્ટોલનું ઘર પણ છે, જ્યાં મોટા ભાગના ભારતીયો કલાકો સુધી રૂ.5 જેટલા નીચા ભાવે ચા પીવે છે. પરંતુ ચીનથી વિપરીત સ્ટારબક્સે ભારતમાં ચા પીનારા ગ્રાહકોને આકર્ષવા માટે કોફી વિશે જાગૃતિ કેળવવી પડી હતી, ભારતીયોની પસંદગી ધીમે ધીમે બદલાઈ છે જ્યારે સ્ટારબક્સના પ્રતિસ્પર્ધી કાફે કોફી ડેએ અમેરિકન ચેઈનમાં પ્રવેશતા પહેલા 1250 જેટલા કાફે ખોલ્યા હતા.