BEFORE MARKET OPENS-  શેરબજાર ખૂલે તે પહેલાં

  • અમેરીકન શેરબજારો સુધારા સાથે બંધ રહ્યા છે. ડાઉજોન્સ 47.79 પોઇન્ટ અને એસએન્ડપી-500 23.21 પોઇન્ટ જ્યારે નાસ્ડેક કમ્પોઝિટ 184.50 પોઇન્ટ સુધર્યા છે.
  • એશિયાઇ શેરબજારોમાં મિક્સ ટ્રેન્ડ જોવાયો છે. એસજીએક્સ નિફ્ટી 20 પોઇન્ટના ગેઇન સાથે અને નિફ્ટી ફ્યુચર (સિંગાપોર એક્સચેન્જ) 16517 પોઇન્ટ આસપાસ ટ્રેડ થયો હતો.
  • ફેડ જુલાઇમાં 75 બેઝીસ પોઇન્ટનો વ્યાજમાં વધારો કરવા મક્કમ છે. આગામી સપ્તાહે મિટિંગમાં જાહેરાત થાય તેવી શક્યતા
  • યુક્રેન- રશિયા વોરના કારણે એશિયાઇ દેશોમાં ગ્રોથ મર્યાદિત રહેવા સાથે વ્યાજદરોમાં વધારાની દહેશત. ચીનમાં ફરી કોવિડ-19 લોકડાઉનની દહેશત.
  • ઇન્ટરનેશનલ ક્રૂડની કિંમત ઘટી 100 ડોલર થવા સાથે ડોલર સામે ભારતીય રૂપિયો પણ 80ની નીચે ટ્રેડ થયો છે. તે આશ્વાસનરૂપ બાબત છે.
  • નિફ્ટી ટેકનિકલ્સઃ ટેકનિકલી નિફ્ટીએ 200 ડે 16521 પોઇન્ટની એક્સપોનેન્શિયલ મૂવિંગ એરવેજ (ડીઇએમએ) ઇન્ટ્રાડે ક્રોસ કરી લીધી છે. તેમ છતાં ડેઇલી ચાર્ટ ઉપર બેરિશ કેન્ડલસ્ટીક સાવચેતીનો સંકેત આપે છે. ખાસ કરીને ક્લોઝીંગ બુધવારના ઓપનિંગ કરતાં નીચું રહ્યું છે. તે સિવાય કોઇ નેગેટિવ ફેક્ટર જણાતું નથી. નિફ્ટી માટે સપોર્ટ લેવલ 16478 પોઇન્ટ અને ત્યારબાદ 16436 પોઇન્ટ જણાય છે. જ્યારે રેઝિસ્ટન્સ 16576 અને ત્યારબાદ 16630 પોઇન્ટ જણાય છે.
  • બેન્ક નિફ્ટી માટે મહત્વના સપોર્ટ લેવલ્સ 35838 અને 35704 તેમજ રેઝિસ્ટન્સ લેવલ્સ 36144 અને 36317 પોઇન્ટ્સ જણાય છે.

આજના મહત્વના કંપની પરીણામો

સીએસબી બેન્ક, આરબીએલ બેન્ક, આઇડીબીઆઇ બેન્ક, ક્રિસીલ, એલિકોન એન્જિ., જીએસએફસી, હિન્દુસ્તાન ઝીંક, ઇન્ડિયા માર્ટ, આઇસીઆઇસીઆઇ સિક્યુ., જેએસડબલ્યૂ એનર્જી, કજરિયા સિરામિક, મેઘમણી ફાઇનકેમ, એમ્ફેસીસ, પર્સિસ્ટન્સ