રિલાયન્સ જિયોનો કોન્સોલિડેટેડ EBITDA ₹ 13,955 કરોડ, વાર્ષિક ધોરણે 11.5% વૃદ્ધિ નોંધાવી
અમદાવાદ, 19 જાન્યુઆરીઃ રિલાયન્સ જિયો પ્લેટફોર્મસે ડિસેમ્બર-23ના અંતે પૂરાં થયેલા ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે પ્રોત્સાહક પરિણામો નોંધાવ્યા છે. કંપનીની આવકો 11.4 ટકા વધી રૂ. 32510 કરોડ (રૂ. 29195 કરોડ) થઇ છે. EBITDA 11.5 ટકા વધી રૂ. 13955 કરોડ (રૂ. 12519 કરોડ) અને ચોખ્ખો નફો 11.6 ટકા વધી રૂ. 5445 કરોડ (રૂ. 4881 કરોડ) નોંધાવ્યો છે.
ક્વાર્ટર્લી આવક ₹ 32,510 CRORE, વાર્ષિક ધોરણે 11.4% વધુ | ક્વાર્ટર્લી EBITDA ₹ 13,955 CRORE, વાર્ષિક ધોરણે 11.5% વધુ |
જિયોના ટ્રૂ 5Gએ ઝડપથી વૃધ્ધિ કરીને વાયરલેસ ડેટા ટ્રાફિકનો એક ચતુર્થાંશ હિસ્સો પ્રાપ્ત કર્યો | આંશિક સેવા મેળવતા ત્રીજા અને ચોથા વર્ગના નગરો અને ગામડાંના માર્કેટમાં વિપુલ માગ જોવાઇ |
જિયોભારતે ₹ 1,000થી નીચેના સેગમેન્ટમાં 45% બજારહિસ્સો પ્રાપ્ત કર્યો
“જિયોએ સમગ્ર વિશ્વમાં 5G ટેક્નોલોજીનો સૌથી ઝડપી સેવાનો પ્રારંભ કરવાની સિધ્ધિ મેળવી
જિયો ઇન્ફોકોમના ચેરમેન આકાશ એમ. અંબાણીએ જણાવ્યું હતું કે, “જિયોએ સમગ્ર વિશ્વમાં 5G ટેક્નોલોજીનો સૌથી ઝડપી સેવાનો પ્રારંભ કરવાની સિધ્ધિ મેળવી છે અને હવે તે સમગ્ર ભારતમાં ઉપલબ્ધ છે. જિયોએરફાઇબરમાં, ખાસ કરીને ઓછી સુવિધા મેળવતા ટાયર-3/4 નગરો અને ગ્રામીણ વિસ્તારોમાં, મજબૂત પ્રારંભિક માગ અને ગ્રાહક જોડાણ જોવા મળ્યું છે. નેક્સ્ટ જનરેશન નેટવર્ક, ડિજિટલ ટેક્નોલોજીસ અને તમામ ગ્રાહક સમૂહો માટે અનુરૂપ ઉત્પાદનો પૂરાં પાડવા માટે જિયોના અન્ય લોકોની સરખામણીએ ઝડપી રોકાણો આવનારા વર્ષોમાં ટકાઉ ઉદ્યોગમાં અગ્રેસર વૃદ્ધિ સુનિશ્ચિત કરશે.”
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)