અમદાવાદ, 16 માર્ચઃ શેરબજાર માટે આ સપ્તાહ કરેક્શન મોડ પર જોવા મળ્યુ હતું. સપ્તાહ દરમિયાન સેન્સેક્સ 1760.35 પોઈન્ટની વોલેટિલિટી બાદ અંતે 1475.96 પોઈન્ટ તૂટી 72643.43 પર બંધ રહ્યો હતો. જો કે, નિફ્ટી50એ 22200ની સપોર્ટ લેવલ તોડી 470.20 પોઈન્ટના ઘટાડે 22023.35 પર બંધ રહ્યો હતો.

S&P BSE Smallcap ઈન્ડેક્સ સેબીની ચીમકી બાદ આ સપ્તાહે 5.91 ટકા તૂટ્યો છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ સ્મોલકેપ શેરોમાં સટ્ટાખોરીનું પ્રમાણ વધ્યું હોવાનુ ધ્યાનમાં લેતાં લગામ લગાવવા દિશા-નિર્દેશો બહાર પાડવાની જાહેરાત કરી છે. જેના પગલે સ્મોલકેપ 2640.82 પોઈન્ટ અને મીડકેપ 1602.41 પોઈન્ટ (4.02 ટકા) તૂટ્યો હતો.

શેરબજારમાં ઘટાડા પાછળના પરિબળોઃ સ્મોલકેપમાં વેચવાલીનું પ્રમાણ વધ્યુ, સેન્સેક્સ અને નિફ્ટી  ઓલટાઈમ હાઈ પહોંચ્યા બાદ પ્રોફિટ બુકિંગ, વિદેશી રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા વેચવાલી, ચૂંટણીની અસર સહિતના પરિબળોના કારણે શેરબજાર ઘટ્યું હતું.

નવી ઉંચી સપાટીને સ્પર્શ્યા પછી, માર્કેટના ઓવર વેલ્યૂએશન અને વોલેટિલિટી વધતાં સ્થાનિક બજારમાં કરેક્શન જોવા મળ્યું છે. મિડ- અને સ્મોલ-કેપ શેરોના રિસ્ક-રિવોર્ડ બેલેન્સ જોખમાયુ છે, લાંબા સમય સુધી પ્રીમિયમ વેલ્યૂએશનમાં હવે ડાઉનફોલ જોવા મળ્યો છે. રિટેલ રોકાણકારોએ મીડ-સ્મોલ કેપ શેરોમાં પ્રોફિટ બુક કરતાં કરેક્શન વધ્યું છે. ફંડામેન્ટલ્સ દ્વારા સમર્થિત વેલ્યૂએશન ધરાવતા મીડ અને સ્મોલ કેપ શેરોમાં હજી ઘટાડો થવાની અપેક્ષા છે. એફએમસીજી શેરોમાં તેજી જારી છે. – વિનોદ નાયર, રિસર્ચ હેડ, જિયોજીત ફાઇનાન્સિયલ સર્વિસિઝ.

 આ સપ્તાહે ગ્લોબલ સેન્ટ્રલ બેન્કો દ્વારા મોનેટરી પોલિસીના નિર્ણય પર રોકાણકારોનું ધ્યાન કેન્દ્રિત થશે. યુએસ FED, BOJ અને BOE તેમના દરના નિર્ણયો જાહેર કરશે. યુએસ બેરોજગારી દરમાં વધારો અને યુએસ ફુગાવો અપેક્ષિત કરતાં વધુ હોવાને કારણે FED રેટ કટ અંગે અનિશ્ચિતતા છે. પરિણામે, યુએસ 10-વર્ષની યીલ્ડ અને ડૉલર ઇન્ડેક્સમાં વધારો થયો છે. તેની અસર ઊભરતાં બજારોમાં પણ દેખાઈ છે.”

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)