દીપિકા પદુકોણની 82°E ઓફલાઈનની રિલાયન્સ રિટેલની ટીરા સાથે મલ્ટિ-ચેનલ પાર્ટનરશીપ
મુંબઈ, 15 એપ્રિલ: ગ્લોબલ ઈન્ડિયન આઈકોન દીપિકા પદુકોણની સેલ્ફ-કેર બ્રાન્ડ 82°E તરફથી રિલાયન્સ રિટેલના અત્યાધુનિક બ્યૂટી પ્લેટફોર્મ, ટીરા સાથે વ્યૂહાત્મક પાર્ટનરશીપની ઘોષણા કરાઈ છે. આ સહયોગને પગલે 82°Eના સફળ D2C મોડેલનું દેશમાં ઓનલાઈન અને ઓફલાઈન પ્રથમવાર રિટેલ ક્ષેત્રની અનુભૂતિ સાંપડશે. હવે ટીરા સાથે આ પરિવર્તનકારી પાર્ટનરશીપ સાધીને 82°E પોતાની વૃદ્ધિને વેગવાન બનાવવા સુસજ્જ થઈ છે. 82°E પ્રોડક્ટ્સ અગાઉ D2C પ્લેટફોર્મ પર જ ઉપલબ્ધ હતી, જે હવે પોતાની પહોંચને ટીરા પ્લેટફોર્મ પર વિસ્તારશે, જેના પગલે તે ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણ ભારતના ચુનંદા બજારોમાંના ખાસ ટીરા સ્ટોર્સ ખાતે પોતાનું ઓફલાઈન પદાર્પણ કરી રહી છે.
આ જોડાણ વિશે, રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, ઈશા એમ અંબાણીએ જણાવ્યું હતું કે, “આ સહયોગને પગલે દરેક અમે પ્રિમિયમ સ્કીનકેર પ્રોડક્ટ્સની એક રેન્જને અમારા ગ્રાહકો માટે ઉપલબ્ધ કરાવી શકીશું. ઓફલાઈન રિટેલમાં 82°E પ્રોડક્ટ્સને સૌપ્રથમવાર પ્રસ્તુત કરીને અમે સાથે મળીને કોઈ પણ સ્થળે રહેલા ગ્રાહકો માટે સેલ્ફ-કેરના અહેસાસનું સ્તર ઊંચુ લઈ જવા કૃતનિશ્ચયી છીએ.”
આ પાર્ટનરશીપ વિશે, 82°Eના કો-ફાઉન્ડર, દીપિકા પદુકોણે જણાવ્યું હતું કે, “આ સહયોગ સ્કીનકેરને સરળીકૃત કરવી તેમજ સેલ્ફ-કેરને આપણા રોજિંદા જીવનનો એક અસરકારક અને માણી શકાય તેવો હિસ્સો બનાવવાના અમારા સહિયારા મૂલ્યોની જ એક ફલશ્રુતિ છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)