ASSOCHAM ગુજરાત IPR કોન્કલેવ 2024નું આયોજન કરશે
અમદાવાદ, 24 એપ્રિલ:
એસોસિયેટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઓફ ઇન્ડિયા (ASSOCHAM) ગુજરાત કાઉન્સિલ 26 એપ્રિલ, 2024ના રોજ સવારે 10 વાગે રેનાઇસન્સ હોટેલ, અમદાવાદમાં IPR કોન્કલેવ 2024નું આયોજન કરશે. “ઇનોવેશન ઇકોસિસ્ટમ – લિવર્જિંગ IPR ફોર ગ્રોથ ઓફ સ્ટાર્ટઅપ્સ એન્ડ એમએસએમઇ ઇન ગુજરાત” થીમ અંતર્ગત આ કોન્કલેવ ગુજરાતના ઉદ્યોગ સાહસિકતાના લેન્ડસ્કેપ મહત્વપૂર્ણ બની રહેશે.
ભારત સરકારમાં કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઇન અને ટ્રેડમાર્ક્સ પ્રોફેસર (ડો.) ઉન્નત પી પંડિત આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે તેમજ જાણીતા વક્તાઓ અને ઉદ્યોગના નિષ્ણાંતોની લાઇનઅપ સાથે આ કોન્કલેવ સ્ટાર્ટ-અપ્સ અને એમએસએમઇને વૈશ્વિક પ્લેટફોર્મ ઉપર લઇ જવામાં ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ (IPR)ની વ્યૂહાત્મક મહત્વતા ઉજાગર કરશે.
ASSOCHAM ગુજરાત કાઉન્સિલના IPR કમીટીના ચેરમેન નકુલ શેરદલાલે જણાવ્યું હતું કે, ગુજરાત ભારતના ઔદ્યોગિક પાવરહાઉસ તરીકે ઓળખાય છે અને તે IPR કોન્કલેવ 2024 સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે તેનો ઉદ્યોગ સાહસિકતા પ્રત્યેનો જુસ્સો દર્શાવવા સજ્જ છે. અમે IPR કોન્કલેવ 2024ની જાહેરાત કરતાં ઉત્સાહિત છીએ. તે ગુજરાતના સ્ટાર્ટ-અપ અને એમએસએમઇ સેક્ટરની દિશા બદલશે. અમે આવિષ્કારના માહોલને પ્રોત્સાહન આપીને તથા ઉદ્યોગ સાહસિકોને તેમની ઇન્ટલેક્યુઅલ પ્રોપર્ટીને સુરક્ષિત રાખવા માટે જરૂરી ટુલ પ્રદાન કરીને ગુજરાતને વિશ્વભરમાં ઇનોવેશન પાવરહાઉસ બનવા માટે એક માળખું સ્થાપી રહ્યાં છીએ.
IPR કોન્કલેવ 2024 ખૂબજ મહત્વપૂર્ણ છે કારણકે ભારત વિશ્વભરમાં ઇનોવેશન પાવરહાઉસ બનવાના ઉદ્દેશ્ય સાથે મહેનત કરી રહ્યું છે. અદ્યતન ટેક્નોલોજી અને ડિજિટલ ક્રાંતિએ બિઝનેસની સંભાવનાઓ વિસ્તારી છે તથા ઇન્ટલેક્યુઅલ પ્રોપર્ટીની સુરક્ષા ઉપર પણ ભાર મૂક્યો છે. આ કામગીરીમાં કોન્કલેવ માર્ગદર્શક બની રહેશે, જ્યાં ઇન્ટલેક્યુઅલ પ્રોપર્ટીના જટિલ વિશ્વમાં કેવી રીતે આગળ વધવું તેના વિશે પ્રેક્ટિકલ આઇડિયા અને ટેક્નીક વિશે માહિતી અપાશે. આ કોન્કલેવમાં પેનલ ડિસ્કશન, કીનોટ પ્રેઝન્ટેશન અને ઇન્ટરેક્ટિવ સેશન સામેલ કરાશે, જ્યાં મહેમાનો ઇન્ડસ્ટ્રી લીડર્સ, લો મેકર્સ અને લીગ પ્રોફેશ્નલને મળી શકશે. વૈશ્વિક માર્કેટમાં જટિલ પેટન્ટ લો વિશે જાણકારી સાથે સહભાગીઓ તેમની ઉદ્યોગ સાહસિકતાની સફરમાં આગળ વધવાની માહિતી મેળવશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)