મુંબઈ, 7 મે: ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે ICICI પ્રુ પ્લેટિનમ લોન્ચ કરી છે જે કંપનીની પ્રથમ યુનિટ-લિંક્ડ પ્રોડક્ટ છે. ICICI પ્રુ પ્લેટિનમ કોઈપણ જાતના ખર્ચ કે કરવેરાની અસર વિના એસેટ ક્લાસીસ વચ્ચે અનલિમિટેડ ફ્રી સ્વિચીસ પૂરી પાડે છે. ગ્રાહકો આ પ્રોડક્ટ હેઠળ 21 ફંડ્સની શ્રેણીમાંથી પસંદગી કરી શકે છે જેમાં 13 ઇક્વિટી અને ડેટ તથા બેલેન્સ્ડ કેટેગરી પ્રત્યેકમાં ચાર ફંડ્સનો સમાવેશ થાય છે. ઉપરાંત ચાર પોર્ટફોલિયો વ્યૂહરચનાનો વિકલ્પ પણ તેમાં સામેલ છે.

ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સના ચીફ ડિસ્ટ્રીબ્યુશન ઓફિસર અમિત પાલ્ટાએ જણાવ્યું હતું કે આમાં ખરીદીની તારીખથી ચૂકવેલા તમામ પ્રિમિયમનું 100 ટકા રિફંડ ઓફર કરવા સાથેની એન્યુઈટી પ્રોડક્ટનો સમાવેશ થાય છે. અમે ટ્રેડિશનલ પ્રોડક્ટ પણ ઓફર કરીએ છીએ જેથી ગ્રાહકો તરલતાની જરૂરિયાતો માટે આંશિક ઉપાડ કરી શકે. લાઇફ ઇન્શ્યોરન્સમાં ક્લેઇમ્સનું જ મહત્વ છે અને કસ્ટમર ફ્રેન્ડલી બ્રાન્ડ તરીકે અમે તમામ ક્લેઇમ્સ ઝડપથી સેટલ કરવાનું લક્ષ્ય રાખીએ છીએ. નાણાંકીય વર્ષ 2024માં 99.2 ટકાના અમારા ઉદ્યોગ અગ્રણી ક્લેઇમ સેટલમેન્ટ રેશિયોથી આ વ્યક્ત થાય છે જેમાં એવરેજ ટર્નઅરાઉન્ડ ટાઇમ માત્ર 1.3 દિવસનો રહ્યો છે. ICICI પ્રુ પ્લેટિનમ બે લાઇફ કવર વેરિઅન્ટ્સ વચ્ચેની પસંદગી પૂરી પાડે છે. ગ્રોથ પ્લસ વેરિઅન્ટ નોમિનીને સમ અશ્યોર્ડ અથવા તો ફંડ વેલ્યુ, જે વધુ હોય તે, મેળવવાનો વિકલ્પ આપે છે. જ્યારે પ્રોટેક્ટ પ્લસ વેરિઅન્ટ નોમિનીને સમ એશ્યોર્ડ અને ફંડ વેલ્યુ બંને ઓફર કરે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)