અમદાવાદ, 23 મેઃ ભારતીય શેરબજારોમાં આજે ફરી બુલ્સનું બુલડોઝર ફરી વળવા સાથે સેન્સેક્સમાં 1197 પોઇન્ટ અને નિફ્ટીમાં 370 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન આંબી જવા સાથે મેટલ અને ફાર્મા સિવાયના તમામ સેક્ટોરલ્સમાં પણ સુધારાની ચાલ રહી હતી. દિવસના અંતે સેન્સેક્સ 1,196.98 પોઈન્ટ અથવા 1.61 ટકા વધીને 75,418.04 પર અને નિફ્ટી 369.90 પોઈન્ટ અથવા 1.64 ટકા વધીને 22,967.70 પર હતો.

મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે નિફ્ટી 22,600ની સપાટીએ ફ્લેટ ખૂલ્યા બાદ જંગી ઉછાળા નોંધાવ્યા હતા. સેન્સેક્સ- નિફ્ટી બેઝ્ડ મોટાભાગની સ્ક્રીપ્સમાં પણ ઉછાળાની સ્થિતિ રહી હતી. નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સ પણ ઇન્ટ્રાડે 52,452.65ની નવી ઊંચી સપાટીને સ્પર્શ્યો હતો; 0.48 ટકા વધીને 52,418.55 પર બંધ રહ્યો હતો. BSE મિડકેપ ઈન્ડેક્સ 0.5 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.3 ટકા વધ્યા છે.

નિફ્ટીમાં સૌથી વધુ સુધર્યાનિફ્ટીમાં સૌથી વધુ ઘટ્યા
અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ્સ, એક્સિસ બેંક, એલએન્ડટી, એમએન્ડએમસન ફાર્મા, પાવર ગ્રીડ કોર્પ, હિન્દાલ્કો, કોલ ઈન્ડિયા અને એનટીપીસી


જ્યારે સ્ટોક સ્પેસિફિક એપ્રોચમાં જીએમઆર એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આઈટીસી, જુબિલન્ટ ફૂડવર્ક્સમાં 300 ટકાથી વધુનો વોલ્યુમ સ્પાઈક જોવા મળ્યો હતો.

200થી વધુ શેર્સ વર્ષની નવી ટોચે પહોંચ્યા

અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ, અશોક લેલેન્ડ, ઓરોબિંદો ફાર્મા, ભારતી એરટેલ, ડિવિસ લેબ્સ, આઈશર મોટર્સ, ઈન્ડિયન બેન્ક, એમએન્ડએમ, ઓબેરોય રિયલ્ટી, સોલર ઈન્ડસ્ટ્રીઝ, યુએનઓ મિંડા, સહિત 200 થી વધુ શેરો બીએસઈ પર તેમની 52-સપ્તાહની ટોચને સ્પર્શી ગયા હતા.

ટેકનિકલી નિફ્ટી માટે 23850નું અંદાજિત લક્ષ્ય

દૈનિક ચાર્ટ પર, નિફ્ટી50 એ ચડતા ત્રિકોણ રચનામાંથી બ્રેકઆઉટ આપ્યો છે, જે 23,850ના અંદાજિત લક્ષ્ય સાથે અપટ્રેન્ડ ચાલુ રાખવાનો સંકેત આપે છે. આજના તીવ્ર ઉછાળાને ધ્યાનમાં લેતા, ઇન્ડેક્સમાં પુલબેકની અપેક્ષા છે અને 22,780ના સ્તરને તાત્કાલિક સપોર્ટ તરીકે ધ્યાનમાં રાખવાની સલાહ ટેકનિકલ નિષ્ણાતો આપી રહ્યા છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)