અમદાવાદ, 5 જૂનઃ મંગળવારે 6 ટકા આસપાસના કડાકા બાદ બુધવારે માર્કેટે એનડીએ સરકારના શપથના સમાચારોને વધાવવા સાથે 5 જૂને ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન બપોરે 14.23 કલાકના સુમારે સેન્સેક્સ અને નિફ્ટી 2.5 ટકાથી વધુ વધ્યા હતા. સેન્સેક્સે 74000 પોઇન્ટની સપાટી ફરી એકવાર ક્રોર કરવા સાથે નિફ્ટીએ પણ 600+ પોઇન્ટના ઉછાળા સાથે 22500 પોઇન્ટનું મહત્વનું ટેકનિકલ બેરિયર ક્રોસ કરી લીધુ હતું. તેની પાછળ બેંકો, ઓટોમોબાઈલ અને એફએમસીજી શેરોમાં આજે તેજી જોવા મળી હતી. ખાસ કરીને ઓટો ઇન્ડેક્સે નવી ઊંચાઇ હાંસલ કરી હતી. બપોરે 2.07 વાગ્યે સેન્સેક્સ 1,997 પોઈન્ટ અથવા 2.8 ટકા વધીને 74,076 પર અને નિફ્ટી 50 641 પોઈન્ટ અથવા 3 ટકા વધીને 22,526 પર હતો. હવે તે સ્પષ્ટ છે કે ભાજપ ફરીથી સત્તામાં આવશે તેના પગલે  બજારોમાં ફરી વિશ્વાસનું વાતાવરણ સર્જાયું હોવાનું બજાર નિષ્ણાતો જણાવે છે. 4 જૂનના રોજ નિફ્ટી અને સેન્સેક્સમાં લગભગ 6 ટકાનો ઘટાડો થયો હતો કારણ કે ભાજપની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધન 2024ની રાષ્ટ્રીય ચૂંટણીમાં સાંકડી જીત મેળવી હતી.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)