Multibagger Stocks:એક વર્ષમાં 100થી 400 ટકા સુધી વૃદ્ધિ નોંધાવી
Businessgujarat.in અમદાવાદ
શેરબજારમાં જ્યારે 100-200-440 ટકા ઉછાળો એક જ વર્ષમાં નોંધાવનારો શેર જોઇને મોટાભાગના રોકાણકારો એવો નિઃસાસો નાંખતાં હોય છે કે, આપણી પાસે પણ જો આવો શેર હોય ને તો મજો પડી જાય. સળંગ છ માસ સુધી અવઢવમાં રહેલાં ભારતીય શેરબજારો છતાં સંખ્યાબંધ સ્ક્રીપ્સ એવી જોવા મળતી હોય છે કે જે માર્કેટની ચાલની પોતાના દમ ઉપર ચાલતી હોય છે. એક વર્ષમાં 40 સ્ક્રીપ્સ એવી નોંધાઇ છે કે, જેમાં 100-425 ટકાનો ઉછાળો જોવા મળ્યો હોય.
Company | 13-8-2021 | 12-8-2022 | Return% |
MIRZA INTER. | 58.05 | 305 | 425% |
3I INFO | 6.71 | 70.40 | 410% |
ADANI POWER | 70.00 | 345.00 | 307% |
ADANI TOTAL | 843.00 | 3423 | 277% |
ADANI TRANS. | 1580 | 3535 | 267% |
Ace ઇક્વિટીના ડેટા અનુસાર, છેલ્લા એક વર્ષમાં ઓછામાં ઓછા 40 એવા સ્ટોક છે, જેણે તેના રોકાણકારોને 100-425 ટકા રિટર્ન આપ્યું છે. તેમાં વિવિધ ક્ષેત્રોના સ્ટોકનો સમાવેશ થાય છે. અદાણી ગ્રુપના શેર્સ પણ શ્રેષ્ઠ પર્ફોર્મર રહ્યા છે. મબલક રિટર્ન આપનારા શેરોમાં અદાણી ગ્રુપના ત્રણ શેરોનો પણ સમાવેશ થાય છે. છેલ્લા એક વર્ષમાં અદાણી પાવરે 306 ટકા, અદાણી ટોટલ ગેસે 276 ટકા અને અદાણી ટ્રાન્સમિશનના શેરે 266 ટકાનું આકર્ષક રિટર્ન આપી રોકાણકારોને ખુશખુશાલ કર્યા છે. જેને જોતાં કહી શકાય કે, રિટર્ન આપવા મામલે અદાણી ગ્રુપ શ્રેષ્ઠ પર્ફોર્મર રહ્યુ હતું. ડેટા દર્શાવે છે કે કેન્ટાબિલ રિટેલ લિમિટેડ, જિંદાલ વર્લ્ડવાઈડ, TGV, RACC અને BLS ઇન્ટરનેશનલ સર્વિસિસમાં છેલ્લા એક વર્ષમાં 260 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. આ સમયગાળા દરમિયાન ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, ટાટા ટેલિસર્વિસિસ (મહારાષ્ટ્ર), ગણેશ હાઉસિંગ કોર્પોરેશન, શોપર્સ સ્ટોપ, ડીબી રિયલ્ટી, પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ અને ટીડી પાવર સિસ્ટમ્સના શેરમાં 150-200 ટકા સુધીનો વધારો જોવા મળ્યો હતો. મહારાષ્ટ્ર સીમલેસ, ચેન્નાઈ પેટ્રો, Fineotex Chemical, Adani Green, Tata Elxsi, Sree Rayalaseema, GRM, Overseas, Monte Carlo Fashons, Raymond, Schaffler India, TCPL Packaging અને Elgi Equipmentsમાં પણ 140 ટકા સુધીનો વધારો જોવા મળ્યો હતો.