અમદાવાદ, 18 જુલાઇઃ ભારત સરકારની સૌથી મોટી વીમા કંપની LIC અને ભારતની સૌથી મોટી સરકારી બેંક SBIના શેરો ખાનગી હરીફોને ખૂબ જ પાછળ રાખી રહ્યા છે. છેલ્લા એક જ વર્ષમાં LICના શેરમાં 61%નો વધારો થયો છે. જેની સરખામણીમાં HDFC લાઇફ ઇન્સ્યોરન્સ, ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ અને SBI લાઇફ ઇન્સ્યોરન્સ સમાન સમયગાળા દરમિયાન માત્ર -10%થી 13% ના વળતર આપ્યું છે.

તેવી જ રીતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં વર્ષ દરમિયાન SBIના શેરમાં 48%નો ધરખમ વધારો થયો છે, જ્યારે તેની સમકક્ષ ખાનગી બેંક HDFC, કોટક મહિન્દ્રા બેંક, ICICI બેંક અને એક્સિસ બેંકના શેરમાં માત્ર -3% થી 24%ની રેન્જમાં વધારો થયો છે. કોટક અને HDFC બેન્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં નગણ્ય એક્સપોઝર ધરાવતી અને સૌથી ખરાબ પ્રદર્શન કરી રહી છે. તેમના શેર અનુક્રમે -4% અને 1% જેટલુ વળતર આપે છે.

LIC, SBI અને અદાણી ગ્રુપઃ

ભારતના સૌથી મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેયરના કમબેક બાદ વીમા કંપનીએ અદાણી ગ્રૂપની કંપનીઓમાં તેના રોકાણ પર 60%  એટલે કે, USD 3 બિલિયનથી વધુનો લાભ મેળવ્યો હતો. તેવી જ રીતે રિટેલ લોન પર વધુ ફોકસ અને વૃદ્ધિની તકો માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અવગણવાની વ્યૂહરચના HDFC બેન્ક અને કોટક બેન્કના શેરધારકો માટે હાનિકારક સાબિત થઈ રહી છે.

સ્ટોક્સ અને ઇન્ફ્રા એક્સપોઝરના પરસ્પર સબંધઃ વ્યૂહાત્મક ખામીઓના જોખમી પરિણામો

ભારતીય વીમા કંપનીઓએ BFSI, IT અને ઉપભોક્તા ક્ષેત્રોમાં રોકાણ કેન્દ્રિત કર્યું છે – જે તમામ તાજેતરના ભૂતકાળમાં અંડરપર્ફોર્મર રહ્યા છે. તેમના રોકાણમાંથી માત્ર 8-14% ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં છે. વૈશ્વિક ધોરણોની સરખામણીમાં આ ઘણું ઓછું છે. મોટી વૈશ્વિક વીમા કંપનીઓ જેમ કે એલિયાન્ઝ, નિપ્પોન લાઈફ ઈન્સ્યોરન્સ, મેટલાઈફ અને અન્ય વીમા કંપનીઓ જેમ કે બર્કશાયર હેથવે પાસે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં 15% થી 40% સુધીનું મોટું એક્સપોઝર છે. અદાણી ગ્રૂપ પાસે લગભગ 90% EBITDA (વ્યાજ કર અને ઋણમુક્તિ પહેલાની કમાણી) એવી અસ્કયામતોની છે જેનું રેટિંગ ‘A+’ અથવા તેનાથી વધુ છે અને તેણે 25% થી વધુ EBITDA CAGR ટકાવી રાખ્યું છે.

મુખ્ય સૂચકાંકો માટે અદાણી જૂથ (ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની પ્રોક્સી) નું આઉટપરફોર્મન્સ

2023 માં શોર્ટ-સેલર (હિંડનબર્ગ) રિપોર્ટ સહિત વિવિધ બાહ્ય અસ્થિરતાઓ હોવા છતાં 11 લિસ્ટેડ કંપનીઓ એકંદર માર્કેટ કેપિટલાઇઝેશન વ્યાપક બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી અને નિફ્ટી બેન્ક સહિત હેવી-વેઇટ સેક્ટર સૂચકાંકો કરતાં ઘણી ઝડપથી વૃદ્ધિ પામી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)