JFL લાઇફ સાયન્સનો SME IPO 25 ઓગસ્ટે ખુલશેઃ ઇશ્યૂ પ્રાઇસ રૂ. 61
ઇશ્યૂ ખુલશે | 25 ઓગસ્ટ |
ઇશ્યૂ બંધ થશે | 30 ઓગસ્ટ |
ઇશ્યૂ પ્રાઇસ | રૂ. 61 |
ઓફર શેર્સ | 297800 |
ઇશ્યૂ સાઇઝ | રૂ. 18.17 કરોડ |
લોટ સાઇઝ | 2000 શેર્સ |
રિટેલ ક્વોટા | 1414000 શેર્સ |
નોન રિટેલ ક્વોટા | 1414000 શેર્સ |
માર્કેટમેકર ક્વોટા | 150000 શેર્સ |
લિસ્ટિંગ | એનએસઇ ઇમર્જ |
અમદાવાદઃ અમદાવાદ સ્થિત જેએફએલ લાઇફ સાયન્સ લિ. રૂ. 18.17 કરોડના એસએમઇ આઇપીઓ સાથે. તા. 25 ઓગસ્ટના રોજ મૂડીબજારમાં પ્રવેશી રહી છે. કંપની શેરદીઠ રૂ. 10ની મૂળકિંમત અને રૂ. 51ના પ્રિમયિમ મળી કુલ રૂ. 61ની ઇશ્યૂ પ્રાઇસ સાથે 29,78999 શેર્સ શેર્સ ઓફર કરી રહી છે. લોટ સાઇઝ 2000 શેર્સની રાખવામાં આવી છે. ઇશ્યૂ તા. 30 ઓગસ્ટના રોજ બંધ થશે. કંપનીના શેર્સ એનએસઇ ઇમર્જ ખાતે લિસ્ટેડ કરાવવાની યોજના છે. રિટેલ શેરધારકો માટે રૂ. 1414000 શેર્સ અનામત રાખવામાં આવ્યા છે. નોન રિટેલ શેરધારકોને 1414000 શેર્સ ઓફર કરવામાં આવશે. માર્કેટમેકર ક્વોટા 150000 શેર્સનો રહેશે.
ઇશ્યૂનો હેતુ
કંપની રૂ. 15 કરોડના દેવામાંથી રૂ. 7.5 કરોડનું દેવું ચૂકવવા ઉપરાંત કાર્યકારી મૂડીજરૂરિયાતો અને સામાન્ય હેતુઓ માટે ઇશ્યૂ મારફત એકત્રિત નાણાનો ઉપયોગ કરવાની દરખાસ્ત ધરાવે છે.
કંપનીના પ્રમોટર્સ
સ્મીરલ પટેલ તેમના પત્ની તેજલ પટેલ અને સહયોગીઓ દ્વારા પ્રમોટ કરાયેલી જેએફએલ લાઇફ સાયન્સ લિ. એક દાયકાથી વધુ સમયથી તેની કોમર્શિયલ કામગીરી ધરાવે છે. કંપની કેરાલા જી.આઇ.ડી.સી. ચાંગોદર ખાતે પ્લાન્ટ ધરાવે છે.
કંપનીનો ઉત્પાદન પોર્ટફોલિયોઃ45થી વધુ પ્રોડક્ટ્સનો
ડ્રાય પાઉડર, ઇન્જેક્શન્સ (બી-લેક્ટમ), ટેબલેટ્સ અને કેપ્સ્યુલ્સ (બી-લેક્ટમ) સોલિડ ઓરલ ડોઝ ફોર્મ, અને ટેબ્લેટ અને કેપ્સ્યુલ્સ (સામાન્ય) સોલિડ ઓરલ ડોઝ ફોર્મ અને ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુસન્શ (ઓઆરએસ)નો સમાવેશ થાય છે.
કંપનીના માર્કેટ્સઃ કંપની ભારત ઉપરાંત વિશ્વના 10 વિકસીત અને વિકાસશીલ દેશોમાં સપ્લાય કરે છે.
વિશેષ સુવિધા
કંપનીએ તેની સ્પર્ધાત્મકતા જાળવવા અને આરોગ્ય સંભાળના હેતુ માટે અમદાવાદ નજીક એક આરએન્ડડી સેન્ટર (એફડીએ માન્ય) સ્થાપ્યું છે.
વિદેશોમાં કામગીરી
કંપનીએ કેન્યા, નાઇજિરિયા, યમન અને મ્યાનમાર જેવાં દેશોમાં ઉત્પાદન માટે તેમના ઉત્પાદનોની નોંધણી કરાવી છે. કેટલાંક ઉત્પાદનો યુક્રેન, ઉઝબેકિસ્તાન અને કઝાકિસ્તાન સાથે પણ નોંધાયેલા છે.
કંપનીની નાણાકીય કામગીરી
કંપનીએ 28 ફેબ્રુઆરીના રોજ પુરાં થયેલાં ગાળા માટે ઓડિટ રિપોર્ટ અનુસાર રૂ. 25.50 કરોડના ટર્નઓવર ઉપર રૂ. 2.50 કરોડનો નફો નોંધાવ્યો હતો.
ઇશ્યૂ મુખ્ય મેનેજરઃ જીવાઇઆર કેપિટલ એડવાઇઝર્સ પ્રા. લિ.
ઇશ્યૂ રજિસ્ટ્રારઃ કે-ફિન ટેકનોલોજીસ લિ.