IPO ખૂલશે16 સપ્ટેમ્બરે
IPO બંધ થશે19 સપ્ટેમ્બરે
એન્કર બિડિંગ13 સપ્ટેમ્બર
ફેસ વેલ્યૂરૂ.10
પ્રાઇસબેન્ડરૂ. 249-263
બિડ લોટ57 શેર્સ
આઇપીઓ સાઇઝ
29,543,727 શેર્સ
આઇપીઓ સાઇઝરૂ.  777.00 કરોડ
લિસ્ટિંગBSE, NSE
BUSINESSGUJARAT RATING6.5/10

અમદાવાદ, 12 સપ્ટેમ્બર, 2024: નોર્ધર્ન આર્ક કૅપિટલ લિમિટેડ દ્વારા તેના બીડ/ઑફરને તેના ઇક્વિટી શેરના પ્રારંભિક જાહેર ભરણા (IPO)ના સંદર્ભે તા. 16 સપ્ટેમ્બર, 2024 નાઑફરનો પ્રાઇસબેન્ડ રૂ.249 થી રૂ.263 પ્રતિ ઇક્વિટી શેર (‘Price Band’) સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. પ્રારંભિક જાહેર ભરણામાં રૂ.5000 મિલિયન (“Fresh Issue”) સુધીના ઇક્વિટી શેરનો તાજો ઈશ્યુ તથા સેલિંગ શેરધારકો (“Offer for Sale” તથા તાજા ઇસ્યુ “Offer” દ્વારા એકસાથે) 10,532,320 ઇક્વિટી શેરના વેચાણ માટેની ઑફરનો સમાવેશ થાય છે. એમ્પ્લોઈ રિઝર્વેશન પોર્શનમાં બીડ કરવાપાત્ર કર્મચારીઓને ઇક્વિટી શેરદીઠ રૂ. 24નું ડિસ્કાઉન્ટ ઑફર કરવામાં આવે છે. બીડ ઓછામાં ઓછા 57 ઇક્વિટી શેર માટે અને ત્યાર બાદ 57 ઇક્વિટી શેરના ગુણાંકમાં (“Bid Lot”) કરી શકાશે.

ઇશ્યૂ યોજવા માટેના મુખ્ય ઉદ્દેશ્યો એક નજરે

 નાણાંકીય વર્ષ-2025 માટે મૂડી-પર્યાપ્તતા ઉપર (“Objects of the offer”) ચોખ્ખી આવકનો ઉપયોગ કંપની પોતાનાં કેન્દ્રિત ક્ષેત્રોમાં આગળનાં ધિરામ તરફની પોતાની ભાવિ મૂડી-જરૂરિયાતોને પહોંચી વળવા માટે, એટલે કે, MSME ફાઇનાન્સિંગ, MFI, કન્ઝ્યુમર ફાઇનાન્સ, વ્હીકલ ફાઇનાન્સ, એફોર્ડેબલ હાઉસિંગ ફાઇનાન્સ તથા એગ્રિકલ્ચર ફાઇનાન્સ અને RBIના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા ઇચ્છે છે.

કંપનીની કામગીરી અને ઇતિહાસ એક નજરે

કંપનીની નાણાકીય કામગીરી એક નજરે

PeriodMar24Mar23Mar22
Assets11,70711,7077974
Revenue1,9061,311916
PAT317242182
Net Worth2,3141,9551739
Reserves2,1231,7841555
Borrowing9,047  7,0345983

નોર્ધન આર્ક કેપિટલ લિમિટેડની સ્થાપના 2009 માં કરવામાં આવી હતી.નોર્ધન આર્ક કેપિટલનું બિઝનેસ મોડલ વિવિધ ઓફરિંગ, ક્ષેત્રો, ઉત્પાદનો, ભૌગોલિક ક્ષેત્રો અને ઉધાર લેનાર વર્ગોમાં વૈવિધ્યસભર છે. 31 માર્ચ, 2024 સુધીમાં, કંપનીએ રૂ. 1.73 ટ્રિલિયન મૂલ્યનું ધિરાણ, સમગ્ર ભારતમાં 101.82 મિલિયન લોકો સુધી પહોંચે છે.

કંપની ભારતમાં વિવિધ ફોકસ સેક્ટરોમાં ખાસ કરીને માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ (MSME) ફાઇનાન્સ, માઇક્રોફાઇનાન્સ (MFI), કન્ઝ્યુમર ફાઇનાન્સ, વ્હીકલ ફાઇનાન્સ, એફોર્ડેબલ હાઉસિંગ ફાઇનાન્સ અને એગ્રીકલ્ચર ફાઇનાન્સમાં ધિરાણ આપવામાં કુશળતા ધરાવે છે. કંપની 14 વર્ષથી MSME ફાઇનાન્સમાં, MFI ફાઇનાન્સમાં 15 વર્ષથી અને કન્ઝ્યુમર ફાઇનાન્સમાં નવ વર્ષથી સક્રિય છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)