મુંબઈ, 1 નવેમ્બરઃ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 25થી 30 ઓક્ટોબર સુધીના સપ્તાહ દરમિયાન 63,32,883 સોદાઓમાં કુલ રૂ.5,49,590.12 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,02,881.98 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 446675.27 કરોડનો હતો.

સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 8,13,923 સોદાઓમાં રૂ.65,841.6 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.78,048ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.79,775 અને નીચામાં રૂ.77,836ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,409ના ઉછાળા સાથે રૂ.79,736ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.1,191 ઊછળી રૂ.64,078 અને ગોલ્ડ-પેટલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.207 વધી રૂ.7,919ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.1,385ના ઉછાળા સાથે રૂ.79,257ના સ્તરે પહોંચ્યો હતો.

બુલડેક્સ વાયદામાં રૂ.33 કરોડનાં કામકાજ

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.96,701ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.99,332 અને નીચામાં રૂ.95,620ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.708ની તેજી સાથે રૂ.97,740ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.686 વધી રૂ.97,534 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.677 વધી રૂ.97,519 બંધ થયો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,04,558 સોદાઓમાં રૂ.13,349.14 કરોડના વેપાર થયા હતા. તાંબુ ઓક્ટોબર વાયદો રૂ.790.05ના ભાવે ખૂલી, રૂ.5.55 વધી રૂ.803.70 જ્યારે એલ્યુમિનિયમ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.4.05 વધી રૂ.241.60 તેમ જ સીસું ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.2.60 ઘટી રૂ.178ના ભાવ થયા હતા. જસત ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.4.95 ઘટી રૂ.290ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ઓક્ટોબર વાયદો 1 કિલોદીઠ રૂ.4.05 વધી રૂ.241.70 સીસુ-મિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.2.65 ઘટી રૂ.178.15 જસત-મિની ઓક્ટોબર વાયદો રૂ.0.25 વધી રૂ.294.65 બંધ થયો હતો.

ક્રૂડ તેલના ભાવમાં સેંકડા ઘટ્યા, નેચરલ ગેસ, કોટન-ખાંડી

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 6,03,227 સોદાઓમાં રૂ.23,663.86 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ નવેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.5,926ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,062 અને નીચામાં રૂ.5,628ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.147 ઘટી રૂ.5,764 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની નવેમ્બર વાયદો રૂ.151 ઘટી રૂ.5,766 બંધ થયો હતો. નેચરલ ગેસ નવેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.255ના ભાવે ખૂલી, રૂ.12.70 ઘટી રૂ.239.80 અને નેચરલ ગેસ-મિની નવેમ્બર વાયદો 12.6 ઘટી 239.9 બંધ થયો હતો.

મેન્થા તેલમાં નરમાઈનો માહોલ, બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.27.38 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી નવેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.56,600ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.56,600 અને નીચામાં રૂ.55,800ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.750 ઘટી રૂ.55,930ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.4.70 ઘટી રૂ.920 બોલાયો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.1,02,881 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 446675 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.25,376.02 કરોડનાં 32,204.680 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.40,465.58 કરોડનાં 4,142.439 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.7,671.23 કરોડનાં 13,271,270 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.15,992.63 કરોડનાં 665,278,500 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.1,714.70 કરોડનાં 70,929 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.312.14 કરોડનાં 17,242 ટન તાંબાના વાયદાઓમાં રૂ.7,259.44 કરોડનાં 86,718 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.4,062.86 કરોડનાં 141,260 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.4.37 કરોડનાં 3,120 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.19.22 કરોડનાં 206.28 ટનનાં કામકાજ થયાં હતાં.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)