બેન્ચમાર્કઃ નિફ્ટી 500 ટીઆરઆઈએનએફઓ ખૂલશે 22 નવેમ્બર
એનએફઓ બંધ થશે 6 ડિસેમ્બરલઘુતમ રકમઃ રૂ. 100 અને રૂ. 1ના ગુણાંકમાં

મુંબઈ, 22 નવેમ્બર: એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે એક્સિસ મોમેન્ટમ ફંડ રજૂ કર્યું છે જે મોમેન્ટમ થીમને અનુસરતી ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે. મજબૂત ફ્રેમવર્ક માટે માળખાકીય અને મોડલ આધારિત અભિગમ સાથે સ્કીમનો રોકાણ હેતુ મોમેન્ટમ થીમ પર આધારિત ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત સિક્યોરિટીઝના પોર્ટફોલિયોમાંથી રોકાણકારોને લાંબા ગાળાની મૂડી વૃદ્ધિ ઊભી કરવાનો છે. સ્કીમના રોકાણ હેતુઓ હાંસલ કરવામાં આવશે તેની કોઈ બાંયધરી નથી.

એક્સિસ મ્યુચ્યુઅલ ફંડના એમડી અને સીઈઓ બી ગોપકુમારે આ લોન્ચ અંગે જણાવ્યું હતું કે એક્સિસ મોમેન્ટમ ફંડનું અમારું લોન્ચિંગ ઊભરતા માર્કેટ ડાયનેમિક્સ સાથે જોડાય તેવી આધુનિક રોકાણ વ્યૂહરચનાઓની રોકાણકારોને એક્સેસ આપવા અને સતત નવીનતા માટે અમારી પ્રતિબદ્ધતા સાથે સંલગ્ન છે.

મોમેન્ટમ ઇન્વેસ્ટિંગની સમજઃવ્યૂહરચના તરીકે મોમેન્ટમ ઇન્વેસ્ટિંગ મજબૂત તેજીનો ટ્રેન્ડ ધરાવતી સિક્યોરિટીઝને ઓળખવા અને તેનો લાભ લેવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અંડરવેલ્યુ ધરાવતા સ્ટોક્સ કે વધુ વૃદ્ધિ ધરાવતી કંપનીઓ પસંદ કરવાના સામાન્ય અભિગમથી વિપરિત મોમેન્ટમ ઇન્વેસ્ટિંગ ઊંચા ભાવે ખરીદી વધુ ઊંચા ભાવે વેચવાના સિદ્ધાંતને અપનાવે છે.

એક્સિસ મોમેન્ટમ ફંડ અનોખો મોડલ-આધારિત અભિગમ પૂરો પાડે છે જે વિવિધ સેક્ટર્સમાં ઊંચા મોમેન્ટમ ધરાવતી સિક્યોરિટીઝને પદ્ધતિસર રીતે ઓળખીને તેમાં રોકાણ કરે છે. ફંડ એવું ફ્રેમવર્ક લાગુ કરે છે જે ડેટાની ઉપલબ્ધતા અને તરલતાને ધ્યાનમા લઈને સિક્યોરિટીઝ ફિલ્ટર કરે છે અને પછી પ્રાઇઝ મોમેન્ટમ ટ્રેન્ડ્સના આધારે તેનું આકલન કરે છે. વાસ્તવમાં પોર્ટફોલિયોની રચનામાં ઓપ્ટિમાઇઝ્ડ પ્રોસેસનો ઉપયોગ થાય છે જે કમ્પોઝિટ રેન્ક, સ્ટોકનું જોખમ અને પોર્ટફોલિયો અવરોધોનો ઉપયોગ કરે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)