બજેટ અને ટ્રમ્પના નિર્ણયો ભારતીય શેરબજારોની ચાલ માટે નિર્ણાયક બનશે
નિફ્ટી દૈનિક લો ભાવની 200 દિવસની એવરેજ 23581થી નીચે છે, 24245 અને 24927ની રેસીસ્ટન્સ લાઇનો મહત્વની ગણાય
મુંબઇ, 13 જાન્યુઆરીઃ ઘર આંગણે પ્રી-બજેટ મોટી રેલીના ચાન્સ ઓછા હોવાનું મોટાભાગના નિષ્ણાતો માની રહ્યા છે. હવે પછીની ચાલ ટ્રમ્પના નિવેદનો અને બજેટ નક્કી કરશે. બેન્ક નિફ્ટીની નબળાઇ અને પીએસયુ બેન્ક આંકની નબળાઇ ચિંતાપ્રેરક છે. એફઆઇઆઇની સતત નેટ વેચવાલી સામે ટીસીએસના ગુરૂવારે આવેલા ત્રિમાસિક પરિણામોને બજારે શુક્રવારે વધાવી લીધા હતા. ટીસીએસ તેમ જ અમુક આઇટી શેરોમાં ખરીદી નિકળતાં આઇટી ઇન્ડેક્સ દૈનિક 3.44% , સાપ્તાહિક 2.02% સુધરી 44609.50 બંધ રહ્યો હતો. હવે 16મીએ ઇન્ફોસીસ અને રિલાયન્સ કેવા પરિણામો રજૂ કરે છે તેના પર બજારની નજર છે.
ટીસીએસના સારા પરિણામોને પગલે શુક્રવારે રૂ. 226ના દૈનિક સુધારા સાથે સાડા પાંચ ટકા વધી રૂ. 4265 બંધ રહ્યો હતો. આમ એક જ દિવસમાં આ શેર 14 દિવસના હાઇ પર પહોંચી ગયો હતો. તાજેતરનું રૂ. 4011નું બોટમ એ સપ્ટેમ્બર 2022 પછીનું પાંચમું હાયર બોટમ છે એ જોતાં આ અગ્રણી આઇટી લીડર જો 4000 ઉપર ટકી રહે તો 2024ના ડિસેમ્બરનો રૂ. 4495નો અને ઓગષ્ટનો 4592નો હાઇ વટાવી શકે છે.
નિફ્ટી આઇટી ઇન્ડેક્સ 3.44%ના દૈનિક અને 2.02%ના સાપ્તાહિક ગેઇને 44609 બંધ રહ્યો હતો. 46088ના બાવન સપ્તાહના હાઇથી આ ઇન્ડેક્સ માત્ર 3.32 ટકા જ દૂર છે. આ ઇન્ડેક્સના એચસીએલ ટેક અને ઇન્ફોસીસ બાવન સપ્તાહના હાઇથી 5 ટકાની રેન્જમાં છે. ટીસીએસની સાથે સાથે એલટીઆઇ માઇન્ડટ્રી શુક્રવારે સાડાચાર ટકા વધી રૂ. 6109, ટેક મહીન્દ્ર સાડા ત્રણ ટકાના ગેઇને રૂ. 1701, એચસીએલ ટેક સવા ત્રણ ટકા વધી રૂ. 1997, ઇન્ફોસીસ અને વિપ્રો બંન્ને અઢી-અઢી ટકા વધી અનુક્રમે રૂ. 1965 અને 299ના સ્તરે બંધ હતા. શુક્રવારે આઇ ટી ઇન્ડેક્સના દસે દસ શેરો ગેઇનર્સ હતા. જોકે ટીસીએસ સાથે જ રિઝલ્ટની ઘોષણા કરનાર ટાટા જૂથની અન્ય ટેક કંપની ટાટા એલક્સીના પરિણામો સંતોષજનક ન હોવાનાં કારણે એનો શેર 6.77% તૂટી રૂ. 435ના ગાબડાંએ 6004 થઇ ગયો હતો. આ શેરે શુક્રવારે બાવન સપ્તાહનો નવો રૂ. 5921નો લો ભાવ બનાવ્યો હતો.
મિડકેપ સિલેક્ટ દૈનિક 1.59% અને સાપ્તાહિક 5.59% ના ઘટાડા સાથે 12283, નિફ્ટી ફાયેનાન્સીયલ સર્વીસીસ દૈનિક 1.29% અને સાપ્તાહિક 4.24% તૂટી 22730, નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટી દૈનિક 1.98%, સાપ્તાહિક 7.13%ના લોસે 64257, બેન્ક નિફ્ટી દૈનિક 1.55% અને સાપ્તાહિક 4.42%ના ઘટાડે 48734 અને નિફ્ટી દૈનિક 0.40%, સાપ્તાહિક 2.39% ડાઉન થઇ 23431ની સપાટીએ વિરમ્યા હતા
નિફ્ટી દૈનિક લો ભાવની 200 દિવસની એવરેજ 23581થી નીચે છે, 24245 અને 24927ની રેસીસ્ટન્સ લાઇનો મહત્વની ગણાય
મહત્વની સ્ક્રીપ્સમાં માર્કેટ ટ્રેડિંગ સ્ટ્રેટેજી એટ એ ગ્લાન્સ
ઓઇલ ઇન્ડીયા રૂ. 500 ઉપર નિકળ્યો નથી, હમણા થોભો અને રાહ જૂઓ.
ઇન્દ્રપ્રસ્થ ગેસ વર્તમાન સ્પેલમાં જ રૂ. 500 વટાવી જાય અને એકાદ વર્ષમાં નવો ઐતિહાસિક હાઇ રૂ. 571 ક્રોસ કરી બનાવી શકે છે. રૂ. 375ના સ્ટોપલોસે રોકાણ કરી શકાય.
ઇક્વીનોક્સ ઇન્ડીયા ડેવલપમેન્ટ્સ (ઇન્ડીયા બુલ્સ રીયલ એસ્ટેટ) ગત સપ્તાહના રૂ. 130 આસપાસ છે. 110ના સ્ટોપલોસે જોખમ ખેડી શકાય.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)