ટાટા એઆઈએ લાઈફ ઈન્સ્યોરન્સે સ્માર્ટ પેન્શન સિક્યોર પ્લાન લોન્ચ કર્યો
મુંબઇ, 5 ફ્રેબ્રુઆરી: ટાટા એઆઈએ લાઇફ ઇન્સ્યોરન્સ (ટાટા એઆઇએ) એ એક નવીન યુનિટ-લિંક્ડ પેન્શન પ્લાન (યુલિપ), સ્માર્ટ પેન્શન સિક્યોર પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનને નવા-યુગની નિવૃત્તિ જરૂરિયાતો સાથે સુસંગત કરવા માટે બનાવવામાં આવ્યો છે. આવકનો બીજો પ્રવાહ ઊભો કરવાથી માંડીને નિવૃત્તિની બચતને સુરક્ષિત કરવા સુધી, આ યોજના નાણાકીય સુરક્ષા અને સ્વતંત્રતા મેળવવા ઇચ્છતા ડિજિટલ નેટિવ્સ (ડિજિટલ યુગમાં જન્મેલાં કે ઉછરેલાં લોકો) અને આધુનિક વ્યાવસાયિકોની આકાંક્ષાઓને પૂર્ણ કરે છે.
ટાટા એઆઇએનો સ્માર્ટ પેન્શન સિક્યોર પ્લાન આ બદલાતા પ્રવાહોના ઉકેલની દિશામાં એક નોંધપાત્ર પગલું છે, જે સુરક્ષિત અને પરિપૂર્ણ નિવૃત્તિ ઇચ્છતાં ગ્રાહકો માટે માર્કેટ-લિન્ક્ડ ગ્રોથ, ફ્લેક્સિબિલિટી અને માનસિક શાંતિ પ્રદાન કરે છે.
મહત્વની વિશેષતાઓઃ
સ્માર્ટ પેન્શન સિક્યોર પ્લાનને એવી રીતે કસ્ટમાઇઝ કરવામાં આવ્યો છે કે તે ગ્રાહકોને ચિંતા-મુક્ત જીવન જીવવામાં મદદ કરે છે. તેના કેટલાક મુખ્ય લાભો નીચે મુજબ છે:
- વહેલી નિવૃત્તિનું આયોજનઃ 45 વર્ષની ઉંમરે નિવૃત્ત થવાની સંપૂર્ણ અનુકૂળતા!
- માર્કેટ-લિંક્ડ રિટર્ન્સ: ઇક્વિટીમાં 100% ફંડ ફાળવવાના વિકલ્પ સાથે એસેટ ક્લાસમાં મલ્ટીપલ ફંડ્સ. વિના મૂલ્યે અનલિમિટેડ ફંડ-સ્વિચ.
- ખર્ચ અસરકારક યોજનાઃ તમારું સમગ્ર પ્રીમિયમ તમારી પસંદગીના ભંડોળમાં રોકવામાં આવે છે, જે તમારા નાણાંની વૃદ્ધિને આગળ ધપાવે છે અને તમે વિચારેલ ડ્રીમ રિટાયર્મેન્ટનો માર્ગ મોકળો બનાવે છે.
- રોકાણ જાળવી રાખવાનું વળતરઃ ઓનલાઈન ખરીદી વધારાના ફંડ બૂસ્ટર્સ અને લોયલ્ટી એડિશન્સ સાથે આવે છે.
- આરોગ્ય મિત્ર: સુખી અને “તંદુરસ્ત” નિવૃત્તિને સુનિશ્ચિત કરવા માટે, હેલ્થ બડી એ એક પૂરક સેવા છે જે ગ્રાહકોની અનુકૂળતાએ દવાઓની ખરીદી અને તબીબી પરીક્ષણો પર આકર્ષક ડિસ્કાઉન્ટ પૂરુ પાડે છે. ગ્રાહક હેલ્થ સિક્યોર રાઇડરની પસંદગી કરીને ઓપીડી સેવાઓની પણ પસંદગી કરી શકે છે.
- કર લાભો: 80સીસીસી હેઠળ કર બચાવો અને પાકતી મુદતે ઉચ્ચક રકમ પર 60% કરમુક્ત લાભ મેળવો
- વધારાનું સુરક્ષા કવરેજઃ આપત્તિના સમયે પારિવારિક જરૂરિયાતોને સુરક્ષિત કરવા માટે પ્રીમિયમની ઇન-બિલ્ટ માફીનો વિકલ્પ.
સ્માર્ટ પેન્શન સિક્યોર પ્લાન ટાટા એઆઈએ આલ્ફા 50 ઇન્ડેક્સ પેન્શન ફંડ સાથે ઉપલબ્ધ છે. નવા ફંડ ઓફરની કિંમત 31 જાન્યુઆરી, 2025 સુધી યુનિટ દીઠ રૂ. 10 છે.
આજના કર્મચારીઓ માટે આ યોજના શા માટે પરિવર્તનકારી છે
- નિવૃત્તિ પછીની તમારી આવકનો સ્ત્રોતઃ માર્કેટ લિન્ક્ડ રોકાણની સ્થિતિસ્થાપતા અને શૂન્ય પ્રીમિયમ એલોકેશન ચાર્જીસ તમને એક મજબૂત નાણાંકીય વ્યવસ્થાનું નિર્માણ કરવા સક્ષમ બનાવે છે. ઇક્વિટી ગ્રોથ પર ધ્યાન કેન્દ્રિત કરીને, આ યોજના એક મજબૂત નિવૃત્તિ ભંડોળનું સર્જન કરવામાં મદદ કરે છે, જે તમારી વધારાની બીજી આવકના સર્જનમાં, ઉદ્યોગસાહસિક મહત્વાકાંક્ષાઓ અથવા વહેલી નિવૃત્તિને પણ ટેકો આપી શકે છે.
- ઇક્વિટી માર્કેટની હિલચાલને અનુકૂળ થવા માટે ફ્લેક્સિબલ રોકાણઃ અમર્યાદિત, શૂન્ય-ખર્ચવાળા ફંડ-સ્વિચિંગ વિકલ્પો પોલિસીધારકોને બજારની સ્થિતિને અનુકૂળ થવા, તેમના બદલાતાં નાણાકીય લક્ષ્યોને પહોંચી વળવા વળતરને વધુ બહેતર બનાવવા માટે સક્ષમ બનાવે છે.
- ડિજિટલ નેટિવ્સ માટે વિકસાવાઈ છેઃ નવા યુગના ભાગીદારો સહિત ટાટા એઆઈએની ડિજિટલ ઇકોસિસ્ટમ સાથે સંકલિત આ યોજના, તાત્કાલિક અને સુવિધાજનક ખરીદીના મૂલ્યને મહત્વ આપતાં આધુનિક વ્યાવસાયિકોને અનુકૂળ અને સાહજિક અનુભવ પ્રદાન કરે છે.
- જીવનશૈલીની સલામતિઃ પ્રવાસ માટેની તમારી ઈચ્છાઓ માટે ભંડોળની જરૂર હોય કે વર્તમાન જીવનશૈલીને જાળવી રાખવાની વાત હોય, આ યોજના ગ્રાહકોને સુરક્ષિત અને પરિપૂર્ણ ભવિષ્યની રચના કરવા માટેનાં સાધનોથી સજ્જ કરે છે. ફંડનું ઇક્વિટી ફોકસ સતત સંપત્તિના સર્જનની ખાતરી આપે છે, જે લાંબા ગાળાની નાણાકીય સ્વતંત્રતા અને વૃદ્ધિ માટે આયોજન કરનારાઓ માટે વિશ્વસનીય પસંદગી બનાવે છે.
ટાટા એઆઇએ લાઇફ ઇન્સ્યોરન્સના પ્રેસિડેન્ટ અને ચીફ ડિસ્ટ્રિબ્યુશન ઓફિસર જીલાની બાશાએ આ લોન્ચિંગ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, “મિલેનિયલ્સ અને ફાયર (FIRE) ના મહત્વાકાંક્ષી લોકો નવા યુગના નાણાકીય આયોજનની ઇચ્છા રાખે છે કારણ કે, તેઓ વહેલી નિવૃત્તિ અને મહત્તમ સંપત્તિ સર્જનને અગ્રતા આપે છે.
દરેક જીવનશૈલીને અનુરૂપ બે પ્લાન વિકલ્પો
- સ્માર્ટ પેન્શન સિક્યોરઃ ફંડ-સ્વિચિંગમાં ફ્લેક્સિબિલિટી અને મજબૂત ડેથ બેનિફિટ્સ સાથે માર્કેટ-લિન્ક્ડ રોકાણો પર ધ્યાન કેન્દ્રિત કરવું.
- સ્માર્ટ પેન્શન સિક્યોર પ્લસ: પોલિસીધારકના અવસાનના કિસ્સામાં સતત યોજના સુરક્ષા માટે પ્રીમિયમ માફીના લાભોનો સમાવેશ.
પ્લાન ફ્લેક્સિબિલિટી
- પ્રવેશ માટે વયમર્યાદાઃ 35થી 75 વર્ષ (ચૂકવણીના સમયગાળા પ્રમાણે બદલાય છે).
- વેસ્ટિંગ એજઃ 45 વર્ષથી શરૂ થાય છે. સિંગલ/લિમિટેડ પે માટે વધુમાં વધુ 85 વર્ષ અને રેગ્યુલર પે માટે 75 વર્ષ.
- પોલિસી ટર્મઃ 10 વર્ષથી લઈને મહત્તમ વેસ્ટિંગ વય સુધીની હોય છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)