અમદાવાદ, 29 એપ્રિલઃ કેનેરા એચએસબીસી લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડે IPO માટે સેબીમાં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. કેનેરા બેંક અને એચએસબીસી ઇન્શ્યોરન્સ (એશિયા-પેસિફિક) હોલ્ડિંગ્સ લિમિટેડ આ કંપનીના પ્રમોટર્સ છે.

ઓફરમાં પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના 23,75,00,000 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણની ઓફરનો સમાવેશ થાય છે જેમાં કેનેરા બેંક દ્વારા 13,77,50,000 સુધીના ઇક્વિટી શેર્સ, એચએસબીસી ઇન્શ્યોરન્સ (એશિયા-પેસિફિક) હોલ્ડિંગ્સ લિમિટેડ દ્વારા 47,50,000 સુધીના ઇક્વિટી શેર્સ અને પંજાબ નેશનલ બેંક દ્વારા 9,50,00,000 સુધીના ઇક્વિટી શેર્સનો સમાવેશ થાય છે.

2007માં સ્થપાયેલી કેનેરા એચએસબીસી લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ ભારતીય લાઇફ ઇન્શ્યોરન્સ ક્ષેત્રે બેંકની આગેવાની હેઠળની અગ્રણી ખાનગી કંપની તરીકે વિકસી છે અને તે  નાણાંકીય વર્ષ 2024 માટે આવરી લેવાયેલા લોકોની સંખ્યાના આધારે ભારતમાં બેંકની આગેવાની હેઠળની પાંચમા ક્રમની ટોચની લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીઓમાં સ્થાન ધરાવે છે (સ્ત્રોતઃ ક્રિસિલ રિપોર્ટ). કંપનીનું Annualised Premium Equivalent (“APE”) સતત વધ્યું છે જે પ્રોડક્ટ્સ તથા સર્વિસીઝ વિસ્તારવા માટેના પ્રયાસો અને વધતી બજાર હાજરીને દર્શાવે છે. કંપનીનો ચોખ્ખો નફો નાણાંકીય વર્ષ 2022માં રૂ. 102.43 મિલિયનથી 232.61 ટકાના સીએજીઆર પર વધીને નાણાંકીય વર્ષ 2024માં રૂ. 1,133.17 મિલિયન થયો છે અને 31 ડિસેમ્બર, 2024ના રોજ પૂરા થતા નવ મહિના માટે રૂ. 848.93 મિલિયન હતો.

આ ઇક્વિટી શેર્સ BSE અને NSE શેરબજારો પર લિસ્ટ કરવાની યોજના છે.

એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ, બીએનપી પારિબા, એચએસબીસી સિક્યોરિટીઝ એન્ડ કેપિટલ માર્કેટ્સ (ઈન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ, જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ અને મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)