એસઆરએફઃ પેકેજીંગ ફિલ્મની સતત વધી રહેલી ડિમાન્ડને ધ્યાનમાં લેતાં કંપનીની ઊંચી ક્ષમતા અને સતત તકો જોતાં આ શેર લાંબાગાળે સારું રિટર્ન આપી શકે. પરંતુ શોર્ટ- મિડિયમ ટ્રેન્ડ ન્યૂટ્રલ જણાય છે.

ભેલઃ એનર્જી ક્રાઇસિસને ધ્યાનમાં લેતાં ભેલ આગામી ક્વાર્ટર્સમાં ખૂબ સારી કામગીરીનો આશાવાદ ધરાવે છે. માર્જિન્સ ધીરે ધીરે વધી રહ્યા છે. તેના કારણે આ શેર શોર્ટ, મિડિયમ તેમજ લોંગ ટર્મ માટે સારો જણાય છે.

એચયુએલઃ સતત ભાવ વધારો છતાં હિન્દુસ્તાન યુનિલિવર વોલ્યૂમ ગ્રોથ જાળવી રહી છે. માર્કેટ શેર પણ વધ્યો છે. તેના કારણે મિડિયમથી લાંબાગાળા માટે શેર આકર્ષક જણાય છે.

રાલીઝ ઇન્ડિયાઃ ચોમાસામાં વિલંબ સહિતના નકારાત્મક કારણો વચ્ચે કંપની તેના નબળાં અંદાજો જાળવી રાખે તેવી શક્યતા છે. સ્થાનિક માર્કેટની સુસ્ત સ્થિતિના કારણે શેર પણ સુસ્ત રહેવાની ધારણા સેવાય છે.

COMPANYCURRENTTARGETVIEWBROKER
BHEL58100BUYICICI SEC.
HUL26752975BUYNOMURA
SRF25702510NATURALMOTILAL OSWAL
RALLIS218170REDUCEEDELWEISS

(નોંધઃ શુક્રવારના બંધ ભાવની સ્થિતિ અનુસાર)

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)