અમદાવાદ, 18 ઓક્ટોબર: એક્મે સોલાર હોલ્ડિંગ્સ લિમિટેડે ગુજરાતના સુરેન્દ્રનગર સ્થિત તેના 100 મેગાવોટના પવન ઊર્જા પ્રોજેક્ટના પ્રથમ તબક્કાને સેવારત કર્યો છે. આ પ્રસંગે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (‘GEDA’) અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (‘PGVCL’)ના અધિકારીઓ હાજર રહ્યાં હતાં અને તેમણે એ વાતની પુષ્ટી કરી હતી કે આ સંબંધિત ઔપચારિક પ્રમાણપત્ર ટૂંક સમયમાં ઇશ્યૂ કરવામાં આવશે. હાલમાં જે 28 મેગાવોટના પ્રોજેક્ટને સેવારત કરવામાં આવ્યો છે, તે તબક્કાવાર રીતે સંપૂર્ણપણે સેવારત થવા જનારા 100 મેગાવોટના એક્મે ઇકોક્લીન વિન્ડ પ્રોજેક્ટનો એક હિસ્સો છે. આ સીમાચિહ્ન હાંસલ કરવાની સાથે જ, કંપનીની કુલ સંચાલન ક્ષમતા 2,890 મેગાવૉટથી વધીને 2,918 મેગાવૉટ થઈ ગઈ છે. ભારતના સૌથી વધારે પવન સંસાધનો ધરાવતા ક્ષેત્રોમાંથી એકમાં વ્યૂહાત્મક રીતે સ્થિત આ પ્રોજેક્ટ ભારતના પુનઃપ્રાપ્ય ઊર્જાના લક્ષ્યોને હાંસલ કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

આ પ્રોજેક્ટને પાવર ફાઇનાન્સ કૉર્પોરેશન (PFC) મારફતે ધિરાણ પૂરું પાડવામાં આવ્યું છે અને સેનીની 4 મેગાવૉટની ટર્બાઇન્સનો ઉપયોગ કરીને ઇન-હાઉસ ઇપીસી મારફતે તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ દ્વારા ઉત્પન્ન થયેલી સ્વચ્છ ઊર્જા 33/220 કેવીના પૂલિંગ સ્ટેશન પર એકત્રિત કરવામાં આવે છે અને સમર્પિત સિંગલ સર્કિટ 220 કેવી ટ્રાન્સમિશન લાઇનનો ઉપયોગ કરીને શાપર સબ-સ્ટેશન સુધી પહોંચાડવા માટે તેના વોલ્ટેજને વધારવામાં આવે છે. આ પ્રોજેક્ટ એક્મે સોલારના અગાઉથી સેવારત 50 મેગાવોટના પવન ઊર્જા પ્રોજેક્ટ સાથે સબ-સ્ટેશનને શૅર કરશે.

આ પ્રોજેક્ટમાંથી ઉત્પન્ન થયેલી વીજળીને એક્મે ઇકો ક્લીન અને ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવેલા 25 વર્ષના પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ (PPA) દ્વારા વેચવામાં આવશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)