અમદાવાદ, 17 નવેમ્બર: ભારતમાં વિદેશ પ્રવાસ જવામાં નોંધપાત્ર વધારો જોવામાં આવ્યો છે. પ્રવાસન મંત્રાલયના જણાવ્યા મુજબ ઈન્ડિયા ટુરિઝમ ડેટા કમ્પેન્ડિયમ 2025 મુજબ ભારતમાં 2024માં વિદેશ ફરવા ગયેલા 30.89 મિલિયન મુસાફરો સાથે વાર્ષિક ધોરણે 10.79 ટકાનો વધારો નોંધાયો છે. તાજેતરના ઉદ્યોગ અહેવાલો મુજબ લગભગ 59 લાખ ભારતીયોએ તેમના જીવનસાથી અથવા અન્ય પાર્ટનર સાથે અને 26 ટકા ભારતીયોએ તેમના પરિવારજનો સાથે મુસાફરી કરી હતી.

આ દરખાસ્ત હેઠળ નીચેની સુવિધાઓ મળી શકશેઃ

• Vi ફેમિલી પોસ્ટપેઇડ પ્લાન પર સેકન્ડરી મેમ્બર્સને આઈઆર પેક પર 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે, જ્યારે REDX ફેમિલી યુઝર્સને આઈઆર પેક પર 25 ટકા ડિસ્કાઉન્ટ મળશે.

• આ ઓફર્સ 10, 14 અને 30-દિવસના પેક પર લાગુ પડે છે જેની કિંમત રૂ. 2,999થી શરૂ થાય છે.

Vi ના ફેમિલી પોસ્ટપેઇડ પ્લાન રૂ. 701 થી શરૂ થાય છે, જેમાં 2થી 5 મેમ્બર્સ માટે વિકલ્પો છે. વધુમાં, Vi ગ્રાહકો હવે તેમના પોસ્ટ-પેઇડ એકાઉન્ટમાં માત્ર રૂ. 299 પ્રતિ સભ્યના ભાવે 8 સેકન્ડરી મેમ્બર ઉમેરી શકે છે.

Vi એ તાજેતરમાં જ બે મેમ્બર્સ માટે માત્ર રૂ. 1,601/પ્રતિ મહિનાના ભાવે REDX ફેમિલી પ્લાન લોન્ચ કર્યો છે. આ અનોખો પ્લાન પરિવારના બધા મેમ્બર્સને અનલિમિટેડ ડેટા, ઇન્ટરનેશનલ રોમિંગ લાભો અને ખૂબ જ માંગ ધરાવતી વિવિધ પ્રીમિયમ સર્વિસીઝની સમાન એક્સેસ પૂરી પાડે છે. આંતરરાષ્ટ્રીય રોમિંગ લાભોમાં દર વર્ષે ચાર મફત એરપોર્ટ લાઉન્જ એક્સેસ, વાર્ષિક રૂ. 2,999ની કિંમતનું મફત 7-દિવસનું ઇન્ટરનેશનલ રોમિંગ (આઈઆર) પેક અને બીજા આઈઆર પેક પર રૂ. 750ના મૂલ્યના વાર્ષિક 25 ટકા ડિસ્કાઉન્ટનો સમાવેશ થાય છે, જેનો ઉપયોગ કોઈપણ મેમ્બર કરી શકે છે.

ચિંતામુક્ત મુસાફરી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવતા, Vi બ્લુ રિબન બેગ્સ સાથે ભાગીદારીમાં સામાનમાં વિલંબ થાય તેની સામે પણ સુરક્ષા પૂરી પાડે છે. ફક્ત રૂ. 99 માં, Vi પોસ્ટપેઇડ આઈઆર ગ્રાહકો જો તેમનો સામાન ખોવાઈ જાય અથવા મેળવવામાં વિલંબ થાય તો પ્રતિ બેગ (બે બેગ સુધી) રૂ. 19,800 નો દાવો કરી શકે છે.

ફેમિલી યુઝર્સ માટે ખાસ આઈઆર પેક ડિસ્કાઉન્ટ રૂ.285ના આકર્ષક ભાવે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ અને વિલંબિત સામાન સુરક્ષાની આ ઓફરિંગ્સ ખરેખર પરિવારના સભ્યો સાથેની  ચિંતામુક્ત આંતરરાષ્ટ્રીય મુસાફરી અનુભવ સુનિશ્ચિત કરે છે. ભારતમાંથી વિદેશ પ્રવાસ જવાનું ચલણ ઝડપથી વધી રહ્યું છે ત્યારે Vi ના અનોખા પ્રસ્તાવો વૈશ્વિક પ્રવાસીઓ માટે ચિંતામુક્ત કનેક્ટિવિટી અને ઉચ્ચ મૂલ્ય પ્રદાન કરવાની તેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)