અમદાવાદ, 18 નવેમ્બર: રોકાણ ઘણીવાર જટિલ અને જોખમી માનવામાં આવે છે, ખાસ કરીને પ્રથમ વખત રોકાણ કરનારાઓ માટે અત્યંત મુશ્કેલભર્યું લાગે છે . આ ડર રોકાણમાં વિલંબ અથવા સટ્ટાકીય નિર્ણયો તરફ દોરી જાય છે. માઇક્રો-ઇન્વેસ્ટમેન્ટ™ રોકાણકારોને નાની શરૂઆત કરવાની મંજૂરી આપતાં આ પડકારને દૂર કરે છે – ફક્ત રૂ. 100 પ્રતિ યોજના – અને રોકાણ દ્વારા શીખો. રૂ. 1000ના રોકાણ સાથે રોકાણકારો 10 અલગ અલગ યોજનાઓમાં રોકાણ ડાયવર્સિફાય કરી શકે છે, કામગીરીને ટ્રેક કરી શકે છે અને કોઈપણ નુકસાનના ભય વિના માર્કેટ કેવી રીતે કામ કરરે છે, તે સમજ કેળવે છે.

આ અભિગમ ફુલ-સાઈઝના પેક ખરીદતા પહેલાં વિવિધ સેશેના સેમ્પલિંગ મારફત પોતાના પોર્ટફોલિયોનું નિરીક્ષણ, જોખમ, અપેક્ષિત રિટર્ન અને ડાયવર્સિફિકેશનમાં વ્યવહારુ જ્ઞાન આપે છે, જે નાણાકીય સાક્ષરતાનો પ્રેક્ટિકલ અનુભવ કરાવે છે.

એક્સિસ મ્યુચ્યુઅલ ફંડની માઇક્રોઇન્વેસ્ટમેન્ટસુવિધા ત્રણ સ્તંભો પર બનેલી છે:

સુલભ: નાની રકમથી શરૂઆત કરો, મોટા નુકસાનના ભયને દૂર કરો.

શૈક્ષણિક: રોકાણ કરીને શીખો—વિવિધતા, જોખમ અને બજાર વર્તનને સમજો.

સશક્તિકરણ: ધીમે ધીમે આત્મવિશ્વાસ વધારો અને જ્યારે તૈયાર થાયો ત્યારે રોકાણ વધારો.

એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ વેબસાઇટ પર ફક્ત ત્રણ ક્લિક્સમાં રોકાણકારો બહુવિધ સ્કીમ્સ વિશે માહિતી મેળવી શકે છે. તેમના પોર્ટફોલિયોને ડાયવર્સિફાઈ કરવા ઉપરાંત રોકાણના મૂળભૂત સિદ્ધાંતો સાથે શીખવાનું શરૂ કરી શકે છે. આ સુવિધા માસિક આવર્તન પર ઉપલબ્ધ રહેશે, ફક્ત એસઆઈપી રોકાણો માટે અને ફક્ત પાત્ર સ્કીમ્સ પર  જ લાગુ પડશે. એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ ઈનોવેટિવ સોલ્યુશન્સ  દ્વારા રોકાણોનું લોકશાહીકરણ કરવા માટે પ્રતિબદ્ધ છે, જે રોકાણકારોને માહિતગાર નિર્ણયો લેવા માટે સશક્ત બનાવે છે.