અમદાવાદ, 28 નવેમ્બર: અદાણી ડિફેન્સ સિસ્ટમ્સ એન્ડ ટેક્નોલોજીસ લિ. (ADSTL) એ પ્રાઇમ એરો સર્વિસીસ LLP સાથે મળીને, ભારતની સૌથી મોટી સ્વતંત્ર ફ્લાઇટ તાલીમ અને સિમ્યુલેશન કંપની, ફ્લાઇટ સિમ્યુલેશન ટેકનિક સેન્ટર પ્રાઇવેટ લિ. (FSTC)માં રુ.820 કરોડના એન્ટરપ્રાઇઝ મૂલ્યમાં બહુમતી હિસ્સો ખરીદવા સંબંધી કરારોને આખરી ઓપ આપ્યો છે.

પાઇલટને કોમર્શિયલ પાઇલટ લાઇસન્સથી લઈને ટાઇપ રેટિંગ, રિકરન્ટ તાલીમ અને વિશિષ્ટ કૌશલ્ય અભ્યાસક્રમો સુધી વ્યાપક સ્તરે તાલીમબધ્ધ કરવા FSTC 1 અદ્યતન ફુલ-ફ્લાઇટ સિમ્યુલેટર અને 17 તાલીમી વિમાનો ચલાવે છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) અને (યુરોપિયન યુનિયન એવિએશન સેફ્ટી એજન્સી (EASA) દ્વારા પ્રમાણિત ગુરુગ્રામ અને હૈદરાબાદમાં અત્યાધુનિક સિમ્યુલેશન કેન્દ્રો ચલાવતી અને વિસ્તરણની નોંધપાત્ર ક્ષમતા ધરાવતી આ કંપની  ભારતની સૌથી મોટી ફ્લાઇંગ સ્કૂલોમાંની એક હરિયાણામાં ભિવાની અને નારનૌલમાં તાલીમ કેન્દ્રો પણ ચલાવે છે.

અદાણી ડિફેન્સ અને એરોસ્પેસના CEO આશિષ રાજવંશીએ આ વિષે જણાવ્યું હતું કે સંપૂર્ણ સંકલિત ઉડ્ડયન સેવાઓ માટે એક પ્લેટફોર્મ બનાવવાની અમારી વ્યૂહરચનાનીદીશામાં આ સંપાદન એ આગળનું પગલું છે. FSTC એર વર્ક્સ અને ઇન્ડેમર ટેકનિક્સમાં જોડાતા હવે અમે સિવિલ MRO, જનરલ એવિએશન MRO સંરક્ષણ MRO અને ફુલ-સ્ટેક ફ્લાઇટ તાલીમમાં ઉપભોક્તાને સેવા આપી શકીએ છીએ. ભારતીય એરલાઇન્સ 1500થીવધુ વિમાનો સામેલ કરે તેવી અપેક્ષા વચ્ચે માન્ય પાઇલટ્સની જરૂરિયાતમાં ઝડપથી વધારો થશે. તેની સાથોસાથ આ જ સમયે, સશસ્ત્ર દળો માટે અદ્યતન તાલીમ અને મિશન રિહર્સલને કેન્દ્ર સરકારે આપેલી ટોચ અગ્રતાના કારણે સંરક્ષણ સિમ્યુલેશનમાં નવી તકો ખોલે છે. સુરક્ષિત રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાની અમારી ફિલસૂફીને અનુરૂપ અમે ભારતીય સંરક્ષણ પાઇલટ્સની આગામી પેઢીને પીઠબળ આપવાનું અમારું લક્ષ્ય છે એમ તેમણે ઉમેર્યું હતું.

અદાણી ડિફેન્સ એ અદાણી એન્ટરપ્રાઇઝ લિ. (AEL) ની પેટાકંપની છે. હોરાઇઝન એરો સોલ્યુશન્સ લિ. (HASL) ADSTL અને પ્રાઇમ એરો સર્વિસીસ LLP નું સંયુક્ત સાહસ AEL ની એક સ્ટેપ-ડાઉન પેટાકંપની છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)