અમદાવાદ, 9 ડિસેમ્બર: ટાટા એસેટ મેનેજમેન્ટે ભારતના સૌ પ્રથમ મલ્ટી-કેપ કન્ઝપ્શન ઈન્ડેક્સ ફંડ લોંચ કરવાની જાહેરાત કરી છે, જે સિંગલ પ્રોડક્ટ મારફતે લાર્જ-, મિડ-, અને સ્મોલ-કેપ કન્ઝપ્શનની દિગ્ગજ કંપનીઓમાં રોકાણકારોને વૈવિધ્યસભર રોકાણની ઓફર કરે છે. નવું ટાટા બીએસઈ મલ્ટીકેપ કન્ઝપ્શન 50:30:20 ઈન્ડેક્સ ફંડ એ એક ઓપન-એન્ડેડ સ્કીમ છે, જે બીએસઈ મલ્ટીકેપ કન્ઝપ્શન 50:30:20 ઈન્ડેક્સ (TRI)ને રેપ્લિકેટ તથા ટ્રેક કરવા ડિઝાઈન કરવામાં આવેલ છે, જે ભારતની શાનદાર કન્ઝપ્શન સ્ટોરીમાં સ્થિરતા અને વૃદ્ધિના ઉત્તમ સમન્વયની સંભાવનાને પૂરી પાડે છે.

આ ન્યુ ફંડ ઓફર (NFO) 9 ડિસેમ્બર 2025ના રોજ ખુલ્યો છે અને 23 ડિસેમ્બર 2025ના રોજ બંધ થશે.

અંડરલાઈંગ BSE મલ્ટીકેપ કન્ઝપ્શન 50:30:20 ઈન્ડેક્સ, કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી તથા એફએમસીજી સેક્ટરમાં બીએસઈ 500 યુનિવર્સથી છેલ્લા છ મહિનાની સરેરાશ કુલ કેપિટલાઈઝેશનના આધાર પર ટોપ 100 કંપનીઓને પસંદ કરે છે, જેથી કોઈ એક સેગમેન્ટ અથવા માર્કેટ-કેપ બકેટમાં કન્ટ્રેશનનું જોખમ ઓછું થાય છે.

ટાટા એસેટ મેનેજમેન્ટના ચીફ બિઝનેસ ઓફિસર આનંદ વરદરાજને જણાવ્યું હતું કે, “કન્ઝપ્શન ભારત માટે એક લાંબા ગાળાની સ્ટ્રક્ચરલ થીમ છે. જોકે, કન્ઝપ્શનનો પ્રકાર પાયાગત જરૂરિયાતથી બદલાઈને લાઈફસ્ટાઈલ તથા એસ્પિરેશનલ ખર્ચ તરફ જઈ રહ્યો છે. જ્યા આજે શ્રીમંત લોકો ખર્ચ કરી રહ્યા છે ત્યારે આવનારા દિવસોમાં મધ્યમ વર્ગ ખર્ચ કરશે. જ્યારે લાર્જ કેપ સ્થિરતા અને બ્રાન્ડ લીડરશિપ પ્રદાન કરે છે. ખરી રીતે મૂલ્ય સર્જનની ક્ષમતા મિડ તથા સ્મોલકેપમાં રહેલી છે, જે ક્વિક કોમર્સ, ટ્રાવેલ તથા ડિજિટલ એન્ટરટેઈનમેન્ટ જેવા ઉભરી રહેલા કન્ઝપ્શન થીમને દર્શાવે છે. 50:20:20 સ્ટ્રક્ચર-50 લાર્જ કેપ, 30 ટકા મિડ-કેપ, 20 ટકા સ્મોલકેપનો ઉદ્દેશ રોકાણકારોને સંપૂર્ણ કન્ઝપ્શન ઈકોસિસ્ટમમાં હિસ્સો લેવા એક પારદર્સક, નિયમ-આધારિત પદ્ધતિ પૂરી પાડવાનો છે, જેમાં ટ્રેડિશનલ સેક્ટર ફંડ્સમાં સામાન્ય રીતે જોવામાં આવતા કન્સ્ટ્રેશન રિસ્ક એટલે કે જોખમ ન હોય.”

ફંડની ચાવીરૂપ બાબતો:

  •  બિલ્ટઈન ડાઈવર્સિફિકેશનઃ વર્તમાન ઈન્ડેક્સનથી વિપરીત જે લાર્જ-કેપની માફક ખૂબ જ વધારે ઝુકાવ ધરાવે છે (સામાન્ય રીતે 90 ટકાથી વધારે), આ ફંડ મિડ-કેપ અને સ્મોલ-કેપમાં પણ ખૂબ જ સારું એક્સપોઝર આપે છે (બન્નેને સાથે મિલાવીને 50 ટકા એલોકેશન)
  • વાઈડર સેક્ટરલ કવરેજઃ  મલ્ટી-કેપ સ્ટ્રેટેજી એવી ખાસ ઈન્ડસ્ટ્રીઝને કવર કરે છે કે જે સામાન્ય રીતે પરંપરાગત ઈન્ડેક્સમાં ઓછી દેખાય છે,જેમ કે ઓટો પાર્ટ્સ, ડિજિટલ એન્ટરટેઈનમેન્ટ, ટુર એન્ડ ટ્રાવેલ સર્વિસિસ તથા ઈન્ટરનેટ રિટેલ.
  • ન્યુ એજકન્ઝ્યુમર કેપ્ચરઃ  વધી રહેલી ખર્ચપાત્ર આવક અને વિવેકાધીન તથા પ્રીમિયર ખર્ચ તરફથી સ્પષ્ટ પરિવર્તન સાથે આ ફંડ ભારતીય કન્ઝ્યુમરના ‘પ્રીમિયમાઈઝેશન’થી ફાયદો ઉઠાવવા માટે તૈયાર છે.

આ સ્કીમમાં કોઈ જ એન્ટ્રી લોડ લાગૂ નથી. જો એલોટમેન્ટની તારીખથી 15 દિવસમાં જ અથવા તે અગાઉ રિડીમ કરવામાં આવે છે તો 0.25 ટકા એક્ઝિટ લોડ લાગશે. લઘુત્તમ સબ્સ્કીપ્શન રકમ રૂપિયા 5000 છે અને ત્યારબાદ રૂપિયા 1 મલ્ટીપલમાં છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)