સેન્સેક્સ: સપ્ટેમ્બરમાં સુધારાનું સૂરસૂરિયું, ઓક્ટોબરમાં તેજીનો માહોલ
- સેન્સેક્સ છેલ્લા 9માંથી 8 સપ્ટેમ્બર દરમિયાન ઘટ્યો, જ્યારે 8માંથી 7 ઓક્ટોબરમાં સુધર્યો
- ઓવરસોલ્ડ માર્કેટ કન્ડિશન, વ્યાજ વધારામાં વિરામના આશાવાદ પાછળ સુધારાની આશા
અમદાવાદઃ ભારતીય શેરબજારોમાં સેન્સેક્સની ચાલ વિશે એક રસપ્રદ તારણ એવું જોવા મળ્યું છે કે, 2014થી અત્યારસુધીમાં એટલેકે નવ વર્ષના ગાળા દરમિયાન 7 સપ્ટેમ્બર દરમિયાન મંદીનો માહોલ રહ્યો હતો. જ્યારે આઠ વર્ષના ગાળા દરમિયાન 7 ઓક્ટોબરમાં તેજીનો માહોલ રહ્યો હતો. ખાસ કરીને છેલ્લા ચાર ઓક્ટોબરમાં તેજીનો માહોલ રહ્યો છે. જે દર્શાવે છે કે, આ વર્ષે પણ બજારમાં સુધારાનો માહોલ જળવાઇ રહે તેવો આશાવાદ બજાર નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.
સ્થાનિક શેરબજારો માટે સપ્ટેમ્બર મહિનો બહુ પ્રોત્સાહક રહ્યો નથી. સેન્સેક્સમાં 2210 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. નિફ્ટી પણ રેઝિસ્ટન્સ લેવલથી નીચે ગયો હતો. જો કે, જો આપણે ઐતિહાસિક ડેટા પર નજર કરીએ તો, ઓક્ટોબર મહિનો શેરબજારો માટે અત્યાર સુધીનો શ્રેષ્ઠ મહિનો સાબિત થઈ શકે છે. 2011થી માત્ર બે વખત સેન્સેક્સે ઓક્ટોબરના તહેવારોના મહિનામાં નેગેટીવ રિટર્ન આપ્યું હતું.
ઐતિહાસિક ડેટા પર નજર કરીએ તો, ઓક્ટોબર મહિનો ઇક્વિટી માર્કેટ માટે ખૂબ જ પ્રોત્સાહક સાબિત થાય છે. છેલ્લા 11 વર્ષોમાં ઈન્ડેક્સે ઓક્ટોબરમાં 9.2 ટકા સુધીનું રિટર્ન આપ્યું છે. 2013 અને 2011 શ્રેષ્ઠ પર્ફોર્મર રહ્યા છે. જો છેલ્લા ત્રણ વર્ષની વાત કરીએ તો ઈન્ડેક્સે અનુક્રમે 3.78 ટકા, 4 ટકા અને 0.3 ટકા રિટર્ન આપ્યું છે. ઑક્ટોબર 2012 અને 2018માં, સેન્સેક્સ અનુક્રમે 1.37 ટકા અને 4.9 ટકાનું નેગેટિવ રહ્યો હતો.
અમેરીકા કરતાં ભારતીય શેરબજારોમાં ઘટાડાનું પ્રમાણ નીચું રહ્યું
ફેડ રિઝર્વ દ્વારા આક્રમક વ્યાજદરમાં વધારાને કારણે વૃદ્ધિની ચિંતા વચ્ચે વિશ્વભરના શેરબજારોમાં ઘટાડો જોવા મળ્યો છે. 2022માં ડાઉ જોન્સમાં અત્યાર સુધીમાં 20 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સમાં માત્ર ત્રણ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
સેન્સેક્સમાં છેલ્લા 8 વર્ષની ચાલઃ 7 સપ્ટેમ્બરમાં ઘટાડો, 7 ઓક્ટોબરમાં સુધારો
મહિનો | સેન્સેક્સ | +/- | % | મહિનો | સેન્સેક્સ | +/- | % |
Sept-22 | 57427 | -2110 | -3.68 | Oct-22 | — | — | — |
SEPT-21 | 59126 | 1574 | 2.74 | OCT-21 | 59307 | 180 | 0.30 |
Sept-20 | 38068 | -560 | -1.47 | OCT-20 | 59307 | 180 | 4.07 |
SEPT-19 | 38667 | 1334 | 3.58 | OCT-19 | 40,129 | 1462 | 3.69 |
SEPT-18 | 36227 | -2418 | -6.68 | OCT-18 | 34442 | -1785 | -5.19 |
SEPT-17 | 31284 | -447 | -1.43 | OCT-17 | 33213 | 1929 | 6.18 |
SEPT-16 | 27866 | -586 | -2.10 | OCT-16 | 27930 | 64 | 0.23 |
SEPT-15 | 26155 | -128 | -0.49 | OCT-15 | 26656 | 502 | 1.92 |
SEPT-14 | 26630 | -8 | -0.03 | OCT-14 | 27866 | 1236 | 4.47 |