અમદાવાદ, 2 જાન્યુઆરી: મહિન્દ્રા સસ્ટેને આજે જાહેરાત કરી કે કંપનીએ કેલેન્ડર વર્ષ 2025માં 560 MWp ​​સોલર ક્ષમતાને સફળતાપૂર્વક કાર્યરત કરી છે. આ મોટા યુટિલિટી સ્કેલ સોલર પાવર પ્રોજેક્ટ્સ કંપની દ્વારા વિકસિત અને કાર્યરત કરાયેલી એસેટની પ્રથમ બેચ છે. વર્ષ 2024ની શરૂઆતમાંકંપનીએ તેના કાર્યક્ષમ કેપિટલ લાઇટબિઝનેસ મોડેલ હેઠળ 1.54 GWp એસેટ સસ્ટેનેબલ એનર્જી ઇન્ફ્રા ટ્રસ્ટને વેચી દીધી હતી,જે મહિન્દ્રા સસ્ટેન દ્વારા કો-સ્પોન્સર્ડ InvIT છે.

આ પોર્ટફોલિયોમાં બે વ્યૂહાત્મક સ્થળે આવેલાં પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. ગુજરાતમાં 280MWp સોલર પ્લાન્ટ અને રાજસ્થાનમાં 280MWp સુવિધા. આ બંન્ને પ્રોજેક્ટ્સ અનુક્રમે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) અને રાજસ્થાન ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ(RUVNL) 25 વર્ષના લાંબાગાળાના પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ (PPA) હેઠળ વીજળીનેવેચી રહ્યા છે.

ગુજરાત અને રાજસ્થાનમાં આ પ્રોજેક્ટ્સ મળીને આશરે 2,000 એકરમાં ફેલાયેલા છે અને રાજ્ય ગ્રીડને વિશ્વસનીય યુટિલિટી-સ્કેલ પાવર પૂરો પાડવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. આ બંન્ને સ્થળોએ મહિન્દ્રા સસ્ટેને લેટેસ્ટ-જનરેશન N-ટાઈપ ટોપકોન બાયફેસિયલ મોડ્યુલ્સનો ઉપયોગ કર્યો છે, જે ઉચ્ચ-કાર્યક્ષમતા ઇન્વર્ટર, ડ્રાય-ક્લીનિંગ સોલ્યુશન્સ અને એનર્જી ઉપજને મહત્તમ કરવા માટે ઓપ્ટિમાઇઝ્ડ બેલેન્સ-ઓફ-સિસ્ટમ કન્ફિગરેશનથી સજ્જ છે. પાવર ઇવેક્યુએશન 220kV સબસ્ટેશન દ્વારા કરવામાં આવે છે, જે ઉચ્ચ ગ્રીડ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરે છે અને ઉચ્ચ-વોલ્ટેજ સ્ટેટ ગ્રીડ સાથે સરળ એકીકરણને સક્ષમ કરે છે.

આ સંયુક્ત 560MWp પોર્ટફોલિયો વાર્ષિક આશરે 1,000 મિલિયન યુનિટ (AMU) ક્લિન એનર્જીનું ઉત્પાદન કરે તેવી અપેક્ષા છે. તેના બાંધકામમાં આશરે 12,400 ટન સ્ટીલ, 2,600 કિલોમીટર કેબલિંગ અને આશરે 1 મિલિયન સોલર મોડ્યુલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ્સના અમલીકરણમાં આશરે 1,000 લોકોના કાર્યબળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને 2.9 મિલિયન સલામત મેન-અવર્સ સાથે પૂર્ણ થયું હતું, જે મહિન્દ્રા સસ્ટેનના સલામતી અને ગુણવત્તા પરના મજબૂત ધ્યાનને દર્શાવે છે.