Veegaland Developers Limited એ DRHP ફાઇલ કર્યું
અમદાવાદ,2જાન્યુઆરી: વીગાલેન્ડ ડેવલપર્સ લિમિટેડે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે.
વીગાલેન્ડ ડેવલપર્સ લિમિટેડ એક રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કંપની છે જે કેરળ રાજ્યમાં બહુમાળી રહેણાંક એપાર્ટમેન્ટ પ્રોજેક્ટ્સના આયોજન, વિકાસ અને વેચાણ સાથે સંકળાયેલી છે, જે મીડ-પ્રીમિયમ, પ્રીમિયમ, અલ્ટ્રા-પ્રીમિયમ, લક્ઝરી-સિરીઝ અને અલ્ટ્રા-લક્ઝરી રહેણાંક સેગમેન્ટ્સમાં સેવાઓ પૂરી પાડે છે. 8 ડિસેમ્બર, 2025 સુધીમાં કંપનીને કેરળના સૌથી ઝડપથી વેચાતા રિયલ એસ્ટેટ ડેવલપર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે અને તે કેરળ રાજ્યમાં માન્યતા પ્રાપ્ત રહેણાંક રિયલ એસ્ટેટ ડેવલપર્સમાં પણ સ્થાન ધરાવે છે.
કંપની IPO દ્વારા ફંડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. કુલ ઇશ્યૂ સાઇઝમાં રૂ. 2,500 મિલિયન (રૂ. 250 કરોડ) સુધીના મૂલ્યના ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે. આઈપીઓમાં કોઈ વેચાણ માટેની ઓફર નથી.
કંપની તેના નેટ પ્રોફિટનો ઉપયોગ આ પ્રમાણે કરવાની અપીલ કરે છે : (1) અંદાજે રૂ. 111.60 કરોડ સુધીની રકમ તેના ચાલુ પ્રોજેક્ટ્સ અને આગામી પ્રોજેક્ટ્સના વિકાસમાં થનારા ખર્ચના એક ભાગમાં ભંડોળ પૂરું પાડવા માટે (2) રૂ. 18.49 કરોડ સુધીની રકમ રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ હાથ ધરવા માટે ઓળખ કરાયેલી જમીનના સંપાદનમાં અને બાકીની રકમ અજાણ્યા સંપાદન અને સામાન્ય કોર્પોરેટ હેતુઓમાં ભંડોળ પૂરું પાડવા માટે. (“Objects of the Issue”)
31 ઓક્ટોબર, 2025 સુધીમાં, કંપનીએ 11.05 લાખ ચોરસ ફૂટ વેચાણપાત્ર વિસ્તાર ધરાવતા 10 રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા છે અને 12.67 લાખ ચોરસ ફૂટ વેચાણપાત્ર વિસ્તાર ધરાવતા 9 પ્રોજેક્ટ્સ હાલ ચાલુ છે. કંપનીએ કેરળના કોચી અને ત્રિવેન્દ્રમમાં 7.20 એકર જમીન રિઝર્વ રાખી છે, જેનો હેતુ ભવિષ્યના રહેણાંક વિકાસને ટેકો આપવાનો છે, જે લાગુ કાયદાકીય મંજૂરીઓ, શક્યતા આકારણી અને બજારની સ્થિતિને આધીન છે.
ક્યુમ્યુલેટિવ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ આ ઇશ્યૂની એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
