અમદાવાદ, 2 જાન્યુઆરી: હોરાઇઝોન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સે પ્રારંભિક જાહેર ભરણા (IPO) માટે સેબીમાં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. કંપની કુલ નેટવર્ક એરિયા બાબતે સૌથી મોટા માલિક અને ઓપરેટર છે.

IPO દ્વારા અંદાજે 500 મિલિયન યુએસ ડોલર (રૂ. 4250 કરોડ) એકત્ર કરવાની આશા છે, જેમાં આશરે 200 મિલિયન યુએસ ડોલર (રૂ. 1650 કરોડ) પ્રી-આઇપીઓ પ્લેસમેન્ટ અને 300 મિલિયન યુએસ ડોલર (રૂ. 2,600 કરોડ) પ્રાઇમરી ઇશ્યૂ સામેલ છે.

હોરાઇઝોન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સ સંપૂર્ણ ઇન્ટિગ્રેટેડ ઇન્ડસ્ટ્રીયલ અને લોજિસ્ટિક્સ પ્લેટફોર્મનું સંચાલન કરે છે, જે ફુલફિલમેન્ટ સેન્ટર્સ, ઇન્ડસ્ટ્રીયલ સુવિધાઓ તથા ઇન-સિટી લોજિસ્ટિક્સ સેન્ટર્સ ઓફર કરે છે, જેથી ગ્રાહકોના આધારને વૈવિધ્યસભર બનાવી શકાય. કંપનીએ સમગ્ર ભારતમાં 60 મિલિયન ચોરસફૂટનો પોર્ટફોલિયોનું નિર્માણ કર્યું છે, જેમાંથી 27 મિલિયન ચોરસફૂટ પૂર્ણ થઇ ગયું છે, જે 10 રાજ્યોમાં 46 એસેટમાં ફેલાયેલો છે. શહેરમાં તેની ઉપસ્થિતિને જોઇએ તો 7 શહેરોમાં 17 એસેટ દ્વારા કંપની 20 મિલિયનથી વધુ એન્ડ-કસ્ટમરને લાસ્ટ-માઇલ એક્સેસ પ્રદાન કરે છે.

તેનો પોર્ટફોલિયો મજબૂત ઓપરેટિંગ મેટ્રિક્સ દર્શાવે છે, જેમાં 95 ટકા કમિટેડ ઓક્યુપન્સી અને 100થી વધુ પ્રમુખ ગ્રાહકોનો આધાર છે, જેમાંથી આશરે 60 ટકા ફોર્ચ્યુન 500 કંપનીઓ છે.

કંપનીએ DRHP ફાઇલ કર્યાં પહેલાં પ્રી-આઇપીઓ રાઉન્ડમાં આશરે 200 મિલિયન યુએસ ડોલર એકત્રિત કર્યાં છે, જેમાં 360 વન, એસબીઆઇ લાઇફ ઇન્શ્યોરન્સ, એસબીઆઇ, રાધાક્રિષ્ન દામાણી, ઇએએએ અને ડીએસપી ઇન્વેસ્ટમેન્ટ્સ સહિતના રોકાણકારો સામેલ થયાં છે.

જેએમ ફાઇનાન્સિયલ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ, આઇઆઇએફએલ કેપિટલ સર્વિસિસ લિમિટેડ (અગાઉ આઇઆઇએફએલ સિક્યોરિટીઝ લિમિટેડ તરીકે ઓળખાતી), એસબીઆઇ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ અને 360 વન ડબલ્યુએએમ લિમિટેડ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)