સેન્સેક્સમાં સાપ્તાહિક 653 પોઇન્ટનો સુધારો, નિફ્ટી 17900 નજીક

અમદાવાદઃ વિક્રમ સંવત 2079નું પ્રથમ સપ્તાહ શુક્રવારે સેન્સેક્સમાં 653 પોઇન્ટ અને નિફ્ટીમાં 211 પોઇન્ટના સુધારા સાથે સમાપ્ત થયું છે. તેના કારણે રોકાણકારોની મૂડીમાં અર્થાત્ બીએસઇ માર્કેટકેપમાં રૂ. 2.30 લાખ કરોડનો વધારો થયો છે. સપ્તાહ દરમિયાન સેન્સેક્સે પણ તેની 60000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી બે વાર ક્રોસ કરવાની કોશિશ કરી છે. જ્યારે નિફ્ટી 17900 પોઇન્ટની નજીક સરકી રહ્યો છે. જેના કારણે માર્કેટ સેન્ટિમેન્ટ ફરી સુધારા તરફી બની રહ્યું હોવાનો મત નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. દરમિયાનમાં શુક્રવારે વિદેશી નાણાકીય સંસ્થાઓની રૂ. 1568.75 કરોડની નેટ અને નોંધપાત્ર ખરીદીના ટેકે સેન્સેક્સ 203.01 પોઇન્ટના સુધારા સાથે 59959.85 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 49.85 પોઇન્ટના સુધારા સાથે 17786.80 પોઇન્ટ બંધ રહ્યો હતો.

વિવિધ સેક્ટરોલ્સની સ્થિતિ

શુક્રવારે એનર્જી અને ઓટો શેર્સમાં એક ટકા ઉપરાંત સુધારો જ્યારે મેટલ્સમાં 1.44 ટકાનો ઘટાડો નોંધાયો હતો. સ્મોલકેપ અને મિડકેપ ઇન્ડેક્સમાં ઘટાડાની ચાલ આગળ વધતી જોવા મળી હતી.

માર્કેટ સેન્ટિમેન્ટ પોઝિટિવ, માર્કેટબ્રેડ્થ નેગેટિવ

બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 3567 સ્ક્રીપ્સ પૈકી 1996 સ્ક્રીપ્સમાં ઘટાડો અને 1456 સ્ક્રીપ્સમાં સુધારો રહ્યો હતો. જ્યારે બીએસઇ સેન્સેક્સની 30 પૈકી 11 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટ સેન્ટિમેન્ટ સુધારાનું પરંતુ માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહી હતી.

માર્કેટબ્રેડ્થ નેગેટિવ

વિગતકુલ સ્ક્રીપ્સસુધારોઘટાડો
બીએસઇ356714561996
સેન્સેક્સ301911

બીએસઇ ટોપ-5 ગેઇનર્સ

SecurityLTP (₹)Change% Ch.
INFIBEAM17.36+2.89+19.97
JUBLPHARMA371.10+22.60+6.48
GENUSPOWER86.20+5.20+6.42
AEGISLOG317.70+17.75+5.92
KIRIINDUS517.70+28.65+5.86

બીએસઇ ટોપ-5 લૂઝર્સ

SecurityLTP (₹)Change% Change
BALRAMCHIN310.25-22.00-6.62
NYKAA983.15-66.00-6.29
APCOTEXIND497.25-30.75-5.82
SBICARD810.95-46.65-5.44
FINEORG6,341.80-354.25-5.29