CORPORATE/ BUSINESS NEWS
વિષ્ણુ કેમિકલ્સે Q2FY23માટે PATમાં 111%ની વૃદ્ધિ નોંધાવી
અમદાવાદઃ હાઇ-પર્ફોર્મન્સ સ્પેશિયાલિટી કેમિકલ્સનું ઉત્પાદન કરતી કંપની વિષ્ણુ કેમિકલ્સ લિમિટેડે 30સપ્ટેમ્બર 2022ના અંતે પૂરા થતા ત્રિમાસિક અને અર્ધવાર્ષિક સમયગાળા માટે આવકમાં મજબૂત વૃદ્ધિ જાહેર કરી છે. કન્સોલિડેટેડ બિઝનેસ Q2-FY23 vs Q2-FY22 (Y-o-Yધોરણે) કુલ આવક રૂ. 242 કરોડથી 55 ટકા વધીને રૂ. 375 કરોડ થઇ. કરવેરા બાદનો નફો (PAT)રૂ. 17 કરોડથી 111ટકા વધીને રૂ. 35કરોડ થયો. EBIDTA રૂ. 35થી 82 ટકા વધીને રૂ. 63 થયો. EPS શેરદીઠ રૂ. 14થી વધીને 111 ટકા રૂ. 29થઇ છે. પરીણામો અંગે કંપનીના સીએમડી સીએચ. ક્રિષ્ના મૂર્તિએ જણાવ્યું કે, બીજા ક્વાર્ટરમાં, અમે અમારી સ્પષ્ટ ઓપરેશનલ પ્રાયોરિટીઝ પર પ્રગતિ કરવાની અમારી ક્ષમતા દર્શાવવાનું ચાલુ રાખ્યું છે. અમારા લક્ષ્યાંકિત રોકાણો સાથે, અમે વિશ્વભરના અમારા ગ્રાહકોને મૂલ્ય પ્રદાન કરીને બજારની તુલનાએ ઘણી સારી લાંબા ગાળાની વૃદ્ધિ ચાલુ રાખીશું. કંપનીના JMDસીએચ. સિદ્ધાર્થે ઉમેર્યું કે અમારા ROCEસ્તરો અને વર્કિંગ કેપિટલ કાર્યક્ષમતાઓએ સ્પષ્ટપણે દર્શાવ્યું છે કે અમે કેમિસ્ટ્રીઝમાં વૈશ્વિક સ્તરે સૌથી કાર્યક્ષમ પ્રોડ્યુસર છીએ. અમે કાર્યક્ષમતાનું નિરીક્ષણ અને સુધારણા કરવાનું ચાલુ રાખીશું. અમારી પાસે ઇન્ડસ્ટ્રી-લીડિંગ નિપુણતા, વૈશ્વિક હાજરી અને વિસ્તરણ માટે પુષ્કળ અવકાશ સાથે સુવ્યાખ્યાયિત પ્રાથમિકતાઓ છે.