નિફ્ટીએ 18200 પોઇન્ટની સાયકોલોજીકલ સપાટી જાળવી રાખી

મેટલ, કેપિટલ ગુડ્સ અને કન્ઝ્યુમર ગુડ્સમાં ધીમો સુધારો

પાવર અને રિયાલ્ટી ઇન્ડેક્સમાં એક ટકાથી વધુ ઘટાડો

અમદાવાદઃ ભારતીય શેરબજારોમાં 3 દિવસની ઘટાડાની ચાલ અટકવા સાથે મંગળવારે સેન્સેક્સે 274 પોઇન્ટનો સંગીન સુધારો નોંધાવ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 પણ 18200 પોઇન્ટની મહત્વની સાયકોલોજિકલ તેમજ ટેકનિકલી ટેકાની સપાટી ઉપર બંધ રહેવામાં સફળ રહ્યો હતો. સેન્સેક્સ 274.12 પોઇન્ટના સુધારા સાથે 61418.96 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી-50 પણ 84.20 પોઇન્ટ સુધરી 18244.20 પોઇન્ટ બંધ રહ્યો હતો. વૈશ્વિક શેરબજારોમાં જોવા મળેલી સુધારાની ચાલના પગલે સ્થાનિક શેરબજારોમાં પણ સ્ટોક સ્પેસિફિક સુધારો જોવા મળ્યો હતો.

સેન્સેક્સ પેકની 30 પૈકી 25 સ્ક્રીપ્સમાં સુધારો રહ્યો હતો. તે પૈકી ઇન્ડસઇન્ડ બેન્ક, એનટીપીસી, અલ્ટ્રાટેક, ટાઇટન અને ઇન્ફોસિસ મુખ્ય રહ્યા હતા. જોકે, નેસ્લે, ભારતી એરટેલ, પાવરગ્રીડ અને એચડીએફસી બેન્કમાં નોમિનલ ઘટાડાની ચાલ રહી હતી.

માર્કેટબ્રેડ્થ નેગેટિવ જ રહી

વિગતકુલસુધર્યાઘટ્યા
બીએસઇ3608+1636-1809
સેન્સેક્સ30+25-5

BSE TOP 5 GAINERS

SecurityLTP (₹)Change% Ch.
EASEMYTRIP68.25+11.10+19.42
UCOBANK20.95+2.24+11.97
MAZDOCK866.60+92.45+11.94
JPASSOCIAT9.65+0.87+9.91
GRSE515.85+41.20+8.68

BSE TOP 5 LOSERS

SecurityLTP (₹)Change% Change
HCC16.11-0.87-5.12
SWANENERGY233.70-22.90-8.92
VAKRANGEE28.45-2.50-8.08
AVANTI376.40-21.20-5.33
OLECTRA510.15-25.15-4.70