સેન્સેક્સ, નિફ્ટી, ઓઇલ અને એનર્જી ઇન્ડેક્સ ઐતિહાસિક ટોચે

રોકાણકારોની મૂડીમાં રૂ. 2.19 લાખ કરોડનો સંગીન સુધારો

સ્મોલકેપ- મિડકેપ, ઓટો ઇન્ડેક્સમાં પણ ધીમો સુધારો

અમદાવાદઃ માર્કેટ ખૂલતાં પહેલાં જ BUSIENSESSGUJARAT.IN તરફથી ટેકનો-ફન્ડામેન્ટલ નિષ્ણાતો તરફથી જારી રિપોર્ટ અનુસાર એનાલિસિસ રજૂ કરાયું હતું કે સેન્સેક્સ- નિફ્ટીના સુધારાની આગેવાની હવે પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લે તેવી શક્યતા છે અને રિલાયન્સ 2856ની તેની જૂની ઓલટાઇમ હાઇ સપાટી ક્રોસ કરે તો તેમાં નવી ઐતિહાસિક તેજી જોવા મળી શકે. https://businessgujarat.in/reliance-may-cross-its-previous-all-time-high-of-2856/ તે અનુસાર રિલાયન્સે આજે 2700ની મહત્વની સાયકોલોજિકલ તેમજ ટેકનિકલી હર્ડલ સપાટી ક્રોસ કરી છે. આગામી 3 ટ્રેડિંગ દિવસ દરમિયાન આ સપાટી જો જળવાઇ રહેશે તો માર્કેટમાં અવિરત તેજીના દર્શન થવાની  શક્યતા હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે.

માર્કેટની અપસાઇડ મૂવમેન્ટ માટે મહત્વનું ફેક્ટર જે રીતે વિદેશી નાણાકીય સંસ્થાઓ છે. તે જ રીતે સેન્સેક્સ- નિફ્ટીમાં સંગીન સુધારા માટે રિલાયન્સ માર્કેટ લિડર ગણાય છે. જે સેન્સેક્સ- નિફ્ટીની બોટમ ટૂ ઓલટાઇમ હાઇ સપાટી સુધી સાયલન્ટ રહ્યો હતો. પરંતુ આજે અચાનક રિલાયન્સ તેજીના રાજાપાટમાં આવી ગયો હતો. આજે રૂ. 2601.35ની સપાટીએ ખૂલી ઊછળી રૂ. 2721.60 થઇ છેલ્લે રૂ. 2700ની સપાટી ક્રોસ કરવા સાથે રૂ. 2708.05ની સપાટીએ બંધ રહ્યો હતો.

સેન્સેક્સના 211 પોઇન્ટના સુધારામાં રિલાયન્સનું કોન્ટ્રીબ્યૂશન 276.55 પોઇન્ટ

સેન્સેક્સ આજે 211 પોઇન્ટ સુધર્યો હતો. તે પૈકી સૌથી વધુ 3.48 ટકા ઉછળવા સાથે રિલાયન્સનું સેન્સેક્સ સુધારામાં કોન્ટ્રીબ્યુશન 276.55 પોઇન્ટનું રહ્યું હતું.

એનર્જી ઇન્ડેક્સના 127 પોઇન્ટના સુધારામાં પણ રિલાયન્સનું કોન્ટ્રીબ્યુશન 101.65 પોઇન્ટ રહ્યું હતું.

ઓઇલ ઇન્ડેક્સના 299 પોઇન્ટના સુધારામાં પણ રિલાયન્સનું કોન્ટ્રીબ્યુશન 140.48 પોઇન્ટનું રહ્યું હતું.

સેન્સેક્સ- નિફ્ટી, ઓઇલ- એનર્જી ઇન્ડેક્સની ઇન્ટ્રા-ડે ચાલ

વિગતઓલટાઇમ હાઇબંધ+/-%
SENSEX6270162504.80+0.34%
NIFTY18614.2518562.75+0.27%
OIL20612.3620440.02+1.49%
ENERGY9021.468954.651.44%

સેન્સેક્સ સાથે તેજીનો સૂર પૂરાવવામાં પાછળ રહેલાં શેર્સની આજની સ્થિતિ

SCRIPTCLOSE+/-%
વીપ્રો405.70+0.76%
રિલાયન્સ2708.05+3.48%
પાવરગ્રીડ221.45+0.45%
ડો. રેડ્ડી4401.15-0.38%

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)