NSE ક્લિઅરિંગને સતત 15માં વર્ષે ક્રિસિલ AAA/સ્ટેબલ રેટિંગ
અમદાવાદઃ NSE ક્લિયરિંગ લિમિટેડ (NSE ક્લીઅરિંગ)ને ક્રેડિટ રેટિંગ ‘‘ક્રિસિલ AAA/સ્ટેબ્લ મળ્યું હોવાની પુષ્ટિ કરી છે. ‘‘ક્રિસિલ AAA/સ્ટેબ્લ રેટિંગ ઋણની જવાબદારીઓ પૂર્ણ કરવા સાથે સંબંધિત સર્વોચ્ચ ક્ષમતાનો સંકેત આપે છે. NSE ક્લીઅરિંગ સંપૂર્ણપણે માલિકીની NSEની પેટાકંપની છે. ક્રિસિલના જણાવ્યા મુજબ, આ રેટિંગ પેરેન્ટ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (NSE) સાથે મજબૂત કામગીરી અને નાણાકીય જોડાણ તથા સંપૂર્ણ જોખમ વ્યવસ્થાપન વ્યવસ્થાને પ્રતિબિંબિત કરે છે. ક્રિસિલે જણાવ્યું છે કે, આ સિસ્ટમ પ્રી-એમ્પ્ટ માર્કેટ ફેઇલ્યોર્સ સાથે સંબંધિત નિયમિત રીતે અપગ્રેડ થાય છે. ક્રિસિલે NSE ક્લીઅરિંગ માટે Stable (સ્ટેબ્લ/સ્થિર) દ્રષ્ટિકોણની પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે, NSE ક્લીઅરિંગ એના NSE સાથેના જોડાણને કારણે બજારમાં મજબૂત સ્થિતિ જાળવી રાખશે અને સંપૂર્ણ જોખમ વ્યવસ્થાપન વ્યવસ્થા જાળવી રાખશે તથા મધ્યમ ગાળા માટે ક્લીઅરિંગ વોલ્યુમ્સ સાથે સુસંગત પર્યાપ્ત મુખ્ય SGF યોગ્ય જાળવી રાખશે. સાતત્યપૂર્ણ ધોરણે NSE ક્લીઅરિંગ મેમ્બર્સની પસંદગી માટે એના કડક નિયમો, મજબૂત માર્જિનિંગ સિસ્ટમ અને જોખમ-આધારિત પોઝિશનની મર્યાદાઓ તેમજ સર્વેલન્સ વ્યવસ્થા સાથે ક્લીઅરિંગ અને સેટલમેન્ટમાં જોખમોનું સમાધાન કરવાનું ચાલુ રાખશે.