Q3 RESULTS: તાતા મોટર્સે ખોટ સામે નફો નોંધાવ્યો

અમદાવાદઃ તાતા મોટર્સે ડિસેમ્બર-22ના અંતે પૂરાં થયેલા ત્રિમાસિક ગાળા માટે આગલાં વર્ષના તેટલાંજ ગાળાની રૂ. 1516.14 કરોડની ખોટ સામે રૂ. 2957.71 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. કંપનીની આવકો 22.51 ટકા વધી રૂ. 88488.59 કરોડ (રૂ.72229.29 કરોડ) થઇ છે. જોકે, બજાર નિષ્ણાતો એવી ધારણા સેવી રહ્યા હતા કે, કંપનીનો નફો રૂ. 300- 800 કરોડની વચ્ચે રહેશે. જ્યારે વેચાણોમાં 14.5 ટકા વૃધ્ધિનો અંદાજ સેવાતો હતો.

બજાજ ઓટોનો ચોખ્ખો નફો 23 ટકા વધી રૂ. 1491 કરોડ

બજાજ ઓટોએ પણ ડિસેમ્બર ક્વાર્ટર માટે ચોખ્ખો નફો 23 ટકા વૃદ્ધિ સાથે રૂ. 1491 કરોડ (રૂ. 1214 કરોડ) નોંધાવ્યો છે. કંપનીની આવકો 3 ટકા વધી રૂ. 9315 કરોડ (રૂ. 9022 કરોડ) થઇ છે. જોકે, બજાર નિષ્ણાતો એવી ધારણા સેવતાં હતા કે કંપનીનો નફો રૂ. 1379 કરોડ થવા સાથે આવકો રૂ. 8998.50 કરોડ થવાની શક્યતા છે.