GMDCએ કોમર્શિયલ કોલ બ્લોક ઑક્શનમાં સૌથી વધુ બોલી લગાવી
અમદાવાદ: ખાણકામ PSU એન્ટરપ્રાઈઝ અને સૌથી વધુ લિગ્નાઈટ વિક્રેતા ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશને કોલસા મંત્રાલય દ્વારા નવા ટ્રાંચ મુજબના કોમર્શિયલ કોલ બ્લોકની હરાજીમાં સૌથી વધુ બ્લોક્સ માટે કુલ ૯ બિડ-બોલી કરી છે. GMDC ખાણકામ ક્ષેત્રે ક્રાંતિ લાવવાનું લક્ષ્ય ધરાવે છે, GMDCની કામગીરીનું વિસ્તરણ એ લક્ષ્યની પ્રાપ્તિ માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ વિકાસરૂપ પહેલથી જી.ડી.એમ.સી.ના વૈવિધ્યસભર ઉત્પાદનો વધુ ગ્રાહકો સુધી પહોંચશે અને નોકરીની નવી તકો ઊભી થશે. કંપની સ્થાનિક અર્થતંત્રોને ટેકો આપવા અને વિકાસને વધુ આગળ વધારવામાં મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે. GMDC આવનારા વર્ષોમાં વધુ ગ્રાહકોને સેવા આપવા અને સતત વિકાસ કરવા માટે ઉત્સુક છે. GMDCની સફળતા, વૃદ્ધિ અને ટકાઉપણા માટેની પ્રતિબદ્ધતાને આ નવું વિસ્તરણ વધુ બળવત્તર બનાવશે. ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ એ ભારતની અગ્રણી માઈનીંગ કંપનીઓમાં સમાવેશ પામે છે અને તે ગુજરાત સરકારનું જાહેર સાહસ છે. રાજ્ય સરકારની માલિકીની આ કંપની કચ્છ, દક્ષિણ ગુજરાત અને ભાવનગર વિસ્તારમાં પાંચ કાર્યરત લિગ્નાઈટની ખાણો ધરાવે છે અને દેશમાં તે લિગ્નાઈટની સૌથી મોટી મર્ચન્ટ સેલર છે.