કોટક સિલ્કએ MeriUdaan, Meri Pehchaan શિલ્પકૃતિનું અનાવરણ કર્યુ
અમદાવાદ, 3 માર્ચ: કોટક મહિન્દ્રા બેન્ક લિમીટેડએ 8 માર્ચના રોજ આવતા આંતરરાષ્ટ્રીય મહિલા દિન પૂર્વે ગિફ્ટ સિટી ખાતે ખાસ શિલ્પકૃતિ ખુલ્લુ મુકી છે. “MeriUdaan, Meri Pehchaan” શિર્ષક ધરાવતુ 21 ફૂટ ઊંચીશિલ્પકૃતિ દેશભરની મહિલાઓને પ્રેરણા આપવા માગે છે. જે એવી મહિલાઓની પ્રશંસા કરે છે જેઓ આત્મવિશ્વાસ પૂર્વક તેમની નાણાંકીય સ્થિતિને સંભાળે છે અને નાણાંકીય સ્વતંત્રતા તરફ આગળ વધે છે. ગિફ્ટ સિટીમાં આયોજિત સમારોહમાં, “MeriUdaan, Meri Pehchaan”શિલ્પકૃતિનું અનાવરણ ગુજરાત સરકારના નાણાંવિભાગના અગ્ર સચિવ (આર્થિક બાબતો) સુ.શ્રી મોના ખંધાર અંતર્દિશના સ્થાપક તેમજ ફ્લેમ યુનિવર્સિટીના પ્રેસિડન્ટ અને આઇઆઇએમ એના ભૂતપૂર્વ ડીન ડૉ. ઇન્દિરા પરીખ, ફિક્કી ફ્લો અમદાવાદ ચેપ્ટરના ચેરપર્સન ડૉ. રચના ગેમાવત તેમજ એલડી એન્જિનીયરીંગ કોલેજના પ્રિન્સીપાલ ડૉ. રાજુલ ગજ્જર તેમજ કોટક મહિન્દ્રા લિમીટેડના પૂર્ણ સમયના ડિરેક્ટર સુ.શ્રી શાંતિ એકામ્બરમની હાજરીમાં કરવામાં આવ્યુ હતું.