રૂ. 76189 કરોડના 54 આઇપીઓ સેબીની મંજૂરીની રાહમાં
અમદાવાદ, 30 માર્ચઃ આઇપીઓ યોજવા માટે 54 કંપનીઓએ રૂ. 76189 કરોડના ઓફર ડોક્યુમેન્ટ્સ સેબી સમક્ષ ફાઇલ કર્યા છે અને આઇપીઓ પાઇપલાઇનમાં છે. Pranav Haldea, Managing Director, PRIME Database Groupના જણાવ્યા અનુસાર સેકન્ડરી માર્કેટમાં વીકનેસ ચાલી રહી હોવાના કારણે આઇપીઓ એક્ટિવિટી આગામી થોડા મહિનાઓ માટે શૂષ્ક રહે તેવી સંભાવના છે. જેમાં નાની સાઇઝના આઇપીઓ જોવા મળી શકે છે. જોકે, જ્યાં સુધી એફપીઆઇની માર્કેટમાં એન્ટ્રી નહિં થાય ત્યાં સુધી માર્કેટની કન્ડિશન વોલેટાઇલ રહેવાની પણ શક્યતા છે.
SME IPO મારફત 125 કંપનીઓએ રૂ. 2229 કરોડ એકત્ર કર્યા
મેઇનબોર્ડ આઇપીઓની સરખામણીમાં એસએમઇ આઇપીઓ માર્કેટ નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન વણઝારોથી ધમધમતું રહ્યું હતું. વર્ષ દરમિયાન 125 કંપનીઓએ એસએમઇ આઇપીઓ યોજીને રૂ. 2229 કરોડ એકત્ર કર્યા હતા. તેની સામે નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન 70 કંપનીઓએ એસએમઇ આઇપીઓ મારફત રૂ. 965 કરોડ એકત્ર કર્યા હતા. તે પૈકી સૌથી મોટો આઇપીઓ રૂ. 72 કરોડ સાથે રચના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો રહ્યો હતો.
રાઇટ્સ ઇશ્યૂ મારફત ફંડ એકત્રિકરણ 77 ટકા ઘટ્યું
નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન રાઇટ્સ ઇશ્યૂ મારફત 12 કંપનીઓએ રૂ. 5779 કરોડ એકત્ર કર્યા હતા. જે આગલાં વર્ષના 10 કંપનીઓના રૂ. 25302 કરોડની સામે 77 ટકાનો ઘટાડો દર્શાવે છે. વર્ષ દરમિયાન એમાઉન્ટની દ્રષ્ટિએ સૌથી મોટો રાઇટ્સ ઇશ્યૂ કેપરી ગ્લોબલે રૂ. 1440 કરોડનો યોજ્યો હતો.