MCX પર ક્રૂડ તેલના વાયદાના ભાવમાં રૂ.406નો ઉછાળો
મુંબઈ, 3 એપ્રિલ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર સોનાના વાયદાઓમાં MCX સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,200ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,610 અને નીચામાં રૂ.59,040 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.17 ઘટી રૂ.59,385ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.100 વધી રૂ.47,419 અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.10 વધી રૂ.5,872ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.53 વધી રૂ.59,367ના સ્તરે પહોંચ્યો હતો.
સોનાના વાયદામાં રૂ.17 અને ચાંદીમાં રૂ.41ની સીમિત રેન્જમાં નરમાઈ
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.71,811ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.72,261 અને નીચામાં રૂ.71,437 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.41 ઘટી રૂ.72,177 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.25 ઘટી રૂ.72,070 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.28 ઘટી રૂ.72,050 બોલાઈ રહ્યો હતો.
કોમોડિટી વાયદાઓમાંરૂ.8,075 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.15943.33 કરોડનું ટર્નઓવર
તાંબુ એપ્રિલ વાયદો રૂ.778.05ના ભાવે ખૂલી, રૂ.0.50 વધી રૂ.780.05 જ્યારે એલ્યુમિનિયમ એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1.20 વધી રૂ.211.30 તેમ જ સીસું એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.15 વધી રૂ.182ના ભાવ થયા હતા. જસત એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1.35 વધી રૂ.258ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની એપ્રિલ વાયદો 1 કિલોદીઠ રૂ.1.30 વધી રૂ.211.20 સીસુ-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.10 વધી રૂ.182.15 જસત-મિની એપ્રિલ વાયદો રૂ.1.20 વધી રૂ.257.45 બોલાઈ રહ્યો હતો. બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX ખાતે 6,637 સોદાઓમાં રૂ.,746.96 કરોડના વેપાર થયા હતા.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 74,044 સોદાઓમાં રૂ.5,343.07 કરોડનાં કામકાજ થયાં હતાં. વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 3,08,473 સોદાઓમાં કુલ રૂ.24,037.93 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8,075.02 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 15943.33 કરોડનો હતો.
MCX પર ક્રૂડ તેલના વાયદાના ભાવમાં રૂ.406નો ઉછાળો
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX પર ક્રૂડ તેલ એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,220ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,640 અને નીચામાં રૂ.6,220 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.406 વધી રૂ.6,605 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ.407 વધી રૂ.6,605 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.179ના ભાવે ખૂલી, રૂ.10 ઘટી રૂ.173.80 અને નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 9.7 ઘટી 174.3 બોલાઈ રહ્યો હતો. 50,575 સોદાઓમાં રૂ.1,972.06 કરોડનો ધંધો થયો હતો.
કોટન-ખાંડી વાયદામાં સુધારાનો સંચાર, બુલડેક્સ વાયદામાંરૂ.20 કરોડનાં કામકાજ
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX ખાતે કોટન ખાંડી એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.62,500ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,500 અને નીચામાં રૂ.62,020 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.60 વધી રૂ.62,240ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.5.70 ઘટી રૂ.999.10 બોલાયો હતો. રૂ.12.93 કરોડનાં કામકાજ થયા હતા.