Sanstar Limitedએ IPO માટે DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 6 જાન્યુઆરી : અમદાવાદ સ્થિત, Sanstar Limited (“Sanstar” અથવા “ધ કંપની”), એ IPO માટે SEBI માં તેનું ડ્રાફ્ટ રેડ હિઅરીંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. મહારાષ્ટ્રમાં ધુલે અને ગુજરાતના કચ્છ ખાતે બે અદ્યતન ઉત્પાદન સુવિધાઓ દ્વારા દરરોજ 1,100 ટનની સ્થાપિત ક્ષમતા સાથે, Sanstar એ ભારતનું મકાઈ આધારિત સ્પેશિયાલિટી પ્રોડક્ટ્સ અને ઇન્ગ્રેડિયન્ટ સોલ્યુશન્સનું ત્રીજું સૌથી મોટું ઉત્પાદક છે. Sanstar ને ઉદ્યોગમાં 6 દાયકાથી વધુનો સંચિત અનુભવ ધરાવતા પ્રમોટર્સની બે પેઢીઓ દ્વારા પ્રમોટ કરવામાં આવે છે.
IPOમાં 40 મિલિયન સુધીના શેરના ફ્રેશ ઈશ્યુ અને વેચાણ કરનાર શેરધારકો દ્વારા 8 મિલિયન શેર સુધીના વેચાણની ઓફરનો સમાવેશ થાય છે. કંપની, બુક રનિંગ લીડ મેનેજર સાથે પરામર્શ કરીને, 4 મિલિયન સુધીના શેરનું પ્રી-IPO પ્લેસમેન્ટ હાથ ધરવાનું વિચારી શકે છે. કંપનીના ઈક્વિટી શેરની ફેસ વેલ્યુ પ્રતિ શેર રૂ.2 છે.
લીડ મેનેજર્સઃ પેન્ટોમથ કેપિટલ બુક રનિંગ લીડ મેનેજર છે | લિસ્ટિંગઃ શેરને BSE, NSE પર લિસ્ટ કરવાની દરખાસ્ત છે |
મહારાષ્ટ્રમાં ધુલે અને ગુજરાતના કચ્છ ખાતે બે અદ્યતન ઉત્પાદન સુવિધાઓ દ્વારા દરરોજ 1,100 ટનની સ્થાપિત ક્ષમતા સાથે, Sanstar એ ભારતનું મકાઈ આધારિત સ્પેશિયાલિટી પ્રોડક્ટ્સ અને ઇન્ગ્રેડિયન્ટ સોલ્યુશન્સનું ત્રીજું સૌથી મોટું ઉત્પાદક છે. Sanstarને ઉદ્યોગમાં 6 દાયકાથી વધુનો સંચિત અનુભવ ધરાવતા પ્રમોટર્સની બે પેઢીઓ દ્વારા પ્રમોટ કરવામાં આવી છે. વૃદ્ધિ અને બજાર નેતૃત્વના આગલા તબક્કાને ટેપ કરવા માટે, કંપની હાલમાં ધુલે સુવિધા ખાતે ઉપલબ્ધ જમીન પર ક્ષમતા વિસ્તરણની પ્રક્રિયામાં છે જે પ્રતિ દિવસ ક્ષમતામાં 1,000 ટન ઉમેરે તેવી અપેક્ષા છે. આ વિસ્તરણને મોટાભાગે IPOની આવકમાંથી ધિરાણ આપવામાં આવી રહ્યું છે.
45થી વધુ દેશોમાં ધરાવે છે નિકાસ
Sanstar એશિયા, અમેરિકા, યુરોપ અને ઓસિયાના, મધ્ય પૂર્વ અને આફ્રિકાના 45 થી વધુ દેશોમાં નિકાસ કરે છે અને 30% થી વધુની આવક નિકાસમાંથી મેળવે છે. ઉલ્લેખનીય છે કે, કંપનીનો કચ્છ સ્થિત એકમ યુનાઈટેડ સ્ટેટ્સ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (USFDA) સાથે નોંધાયેલ છે. કંપનીની ઉત્પાદન સુવિધાઓ આશરે 245 એકર (~11 મિલિયન ચોરસ ફૂટ)ના કુલ જમીન વિસ્તારમાં ફેલાયેલી છે અને વિસ્તરણ માટે પૂરતો અવકાશ છે.
કંપનીની નાણાકીય કામગીરી એક નજરે
નાણાકીય વર્ષ 2023 દરમિયાન, એકીકૃત ધોરણે, કંપનીએ રૂ.1,180 કરોડની આવક, ~73 કરોડના EBITDA અને ~42 કરોડનો કરવેરા પછીનો નફો (PAT) જનરેટ કર્યો હતો જ્યારે ROE અને ROCE અનુક્રમે ~28% અને 24% રહ્યાં હતા. એકલ ધોરણે, FY21-FY23 દરમિયાન આવક, EBITDA અને PAT અનુક્રમે ~57%, ~39% અને ~71% ના CAGR પર વધ્યાં છે.
ઇશ્યૂના મુખ્ય ઉદ્દેશ્યો
ફ્રેશ ઈસ્યુની આવક જરૂરિયાતને ફંડ કરવામાં થશે | રૂ.100 કરોડ સુધીના ફંડમાંથી ઉધારની પુન:ચુકવણી | સામાન્ય કોર્પોરેટ હેતુઓ અને ઈશ્યુ સંબંધિત ખર્ચ માટે |