અમદાવાદ, 24 સપ્ટેમ્બર: અદાણી ગ્રીન એનર્જી લિ.(AGEL) અને અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. (AESL) બંને કંપનીઓએ નેટ ઝીરો એલાયન્સ યુટિલિટીઝ (UNEZA)માં જોડાયાની આજે  જાહેરાત કરી છે. નવીનીકરણીય સાધનોને અપનાવવાની પ્રક્રિયાને વેગ આપતી અને વૈશ્વિક નેટ શૂન્ય મહત્વાકાંક્ષાઓની અનુભૂતિમાં સામાન્ય અવરોધોને દૂર કરવાના પ્રયાસો કરતી UNEZA એ પાવર અને યુટિલિટી સેક્ટરમાં સહકાર વધારવા માટેનું આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ છે.UNEZA ની સ્થાપના UAEના ડેક્લેરેશન ઓફ એક્શનને અપનાવવા સાથે COP28 ખાતે કરવામાં આવી હતી. AGEL સ્વચ્છ વીજ નિર્માણ, ઉર્જા સુરક્ષામાં વધારો અને ઊર્જા કાર્યક્ષમતામાં સુધારા જેવા ક્ષેત્રો ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે, જ્યારે AESL ગ્રીન એનર્જી ટ્રાન્સમિશન અને વિતરણ માટે વિશ્વસનીય ગ્રીડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા તરફના તેના પ્રયત્નોને બમણા કરશે.

AGELના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સાગર અદાણીએ જણાવ્યું કે ભારતના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પ્લેયર તરીકે 2030 સુધીમાં અમે 50 GW વિતરણ કરવા અને ત્યાં સુધીના ગાળામાં રાષ્ટ્રના બિન-અશ્મિભૂત ઇંધણ ઉર્જા લક્ષ્યમાં 10% યોગદાન આપવા માટે સજ્જ છીએ. AESLના મેનેજિંગ ડિરેક્ટર અનિલ સરદાનાએ જણાવ્યું કે નેટ ઝીરો એલાયન્સ માટે યુટિલિટીઝમાં જોડાવાથી AESL તેના વૈશ્વિક સાથીઓના અનુભવનો લાભ ઉઠાવી શકશે અને બદલામાં ઉચ્ચ-ક્ષમતા ધરાવતા રિન્યુએબલ એનર્જી ઇવેક્યુએશન માળખું બનાવવા માટેની તેની પોતાની કોઠા સુઝ વહેંચશે. AGEL અને AESL બન્નેનું લક્ષ્ય 2050 સુધીમાં નેટ ઝીરો હાંસલ કરવાનું છે.

અદાણી ગ્રીન એનર્જી તેના રિન્યુએબલ એનર્જી પોર્ટફોલિયોને 2030 સુધીમાં 11.2 GW ની વર્તમાન ઓપરેશનલ ક્ષમતાથી 50 GW સુધી લઇ જવાની મહત્વાકાંક્ષા ધરાવે છે અને 70% કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે તે ઉપરાંત પ્રત્યક્ષ ઉત્સર્જનમાં 72.7% ઘટાડો કરવાનું છે.  કંપની ગુજરાતના કચ્છમાં ખાવડા ખાતે પેરિસના કદ કરતાં લગભગ પાંચ ગણા 538 ચોરસ કિ.મી.માં 30 GW ની ક્ષમતા સાથે વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ વિકસાવી રહી છે. અને પ્લાન્ટ પૂર્ણ થશે ત્યારે તે સમગ્ર ઉર્જા સ્ત્રોતોમાં ધરતી ઉપરનો સૌથી મહાકાય પાવર પ્લાન્ટ હશે.કંપનીનું લક્ષ્ય 2020ના સ્તરની તુલનાએ 2030 સુધીમાં તેના રિન્યુએબલ એનર્જીના આંતરમાળખામાં રોકાણના ભાગરૂપે મુંબઇમાં  અવિરત રિન્યુએબલ પાવર સપ્લાય સુનિશ્ચિત કરવા USD 1 બિલિયન હાઈ-વોલ્ટેજ ડાયરેક્ટ કરંટ (HVDC) લાઈનનું AESL નિર્માણ કરી રહી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)