અમદાવાદ, 9 ડિસેમ્બર:  અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (AEL) ના રૂ. 25,000 કરોડના રાઇટ્સ ઇશ્યૂમાં રોકેટ ગતિએ ઉછાળો નોંધાયો છે. રોકાણકારોની ભાગીદારી મજબૂત બનતા રાઇટ્સ એન્ટાઇટલમેન્ટ (RE) ના ભાવ માત્ર બે ટ્રેડિંગ દિવસોમાં 23.11% ઉછળ્યા હતા. રાઇટ્સ ઇશ્યૂની સાથે શેરનો ભાવ મજબૂત બન્યો છે. રોકાણકારોના ઉત્સાહના પગલે 5 ડિસેમ્બરે, RE  ₹ 430.65 પર બંધ થયો, જે 3 ડિસેમ્બરે નોંધાયેલા ₹349.80 ના ભાવથી નોંધપાત્ર વધારો દર્શાવે છે.

છેલ્લા 2 દિવસમાં રાઇટ્સ એન્ટાઇટલમેન્ટની માંગમાં તીવ્ર વધારો થયો છે. રાઈટ ઈશ્યુમાં વધારાની સીધી અસર AELના શેરોમાં જોવા મળતા બે દિવસમાં અદાણી એન્ટરપ્રાઈઝના ભાવમાં 3.45% નોં વધારો થયો હતો. AELના શેરનો ભાવ ₹2,190 થી વધીને ₹2,265 થયો હતો, જે રોકાણકોરોનો કંપનીના ભાવિમાં મજબૂત વિશ્વાસ દર્શાવે છે. રાઇટ્સ ઇશ્યૂની કિંમત પ્રતિ શેર ₹1,800 છે, જે વર્તમાન બજાર દરોની તુલનામાં નોંધપાત્ર ડિસ્કાઉન્ટ જણાય છે.  

નવ દિવસની વિન્ડો દરમિયાન સબમિટ કરાયેલી તમામ બિડમાંથી 49.04% છેલ્લા બે દિવસમાં જ થઈ છે. ઝડપી બિડિંગ રોકાણકારોના હિતને હાઇલાઇટ કરે છે. તેનાથી રોકાણકારોની ગતિવીધીઓમાં નોંધપાત્ર વધારો થયો છે. ₹25,000 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ ભારતીય બજારમાં સૌથી મોટુ સ્થાન ધરાવે છે. તાજેતરના શેરહોલ્ડિંગ ડેટા મુજબ, પ્રમોટર્સ AELમાં આશરે 74% હિસ્સો ધરાવે છે, ત્યારબાદ સંસ્થાકીય રોકાણકારો 18% અને છૂટક રોકાણકારો 8% હિસ્સો ધરાવે છે.

અદાણી એન્ટરપ્રાઇઝને રોકાણકારો એક લાંબા ગાળાના આકર્ષક રોકાણ તરીકે જુએ છે. રાઇટ્સ એન્ટાઇટલમેન્ટ માટે અરજી કરવાની વિન્ડો 10 ડિસેમ્બર, 2025 ના રોજ બંધ થશે. ખાસ કરીને ભારતના ઝડપથી વિકસતા એરપોર્ટ, ગ્રીન હાઇડ્રોજન, ડેટા સેન્ટર અને સંરક્ષણ ક્ષેત્રોમાં AELના વધતા વ્યાપને ધ્યાનમાં રાખતા રોકાણકારોને તેમાં ઉજળી સંભાવનાઓ દેખાઈ રહી છે.

અદાણી એન્ટરપ્રાઇઝ રાઈટ્સ ઓફરમાં રેકોર્ડ ડેટ (17 નવેમ્બર) ના રોજ શેરધારક પાસે રહેલા દરેક 25 શેર માટે, શેરધારક ઓફરમાં ત્રણ વધુ શેર ખરીદવા માટે પાત્ર છે. દરેક રાઈટ્સ શેર રૂ. 1,800 માં ઓફર કરવામાં આવી રહ્યો છે, જ્યારે વર્તમાન બજાર કિંમત રૂ. 2,265 છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)