અદાણી જૂથ મધ્યપ્રદેશમાં રૂ. 75 હજાર કરોડનું રોકાણ કરશેઃ પ્રણવ અદાણી
મધ્યપ્રદેશ ઉદ્યોગ કોન્કલેવ-૨૦૨૪માં જાહેરાત
ઉજ્જૈન, 1 માર્ચઃ મધ્ય પ્રદેશ સરકાર પ્રાદેશિક નીતિઓ, યોજનાઓ અને સુધારાઓને જે રીતે આગળ વધારી રહી છે તેને જોતા એ સ્પષ્ટ છે કે મધ્ય પ્રદેશ તેજ રફતારથી આગળ વધી રહ્યું છે. હું ખાસ કરીને ઉર્જા અને આંતર માળખામાં વિકાસની અનંત શક્યતાઓ નિહાળું છું. મધ્ય પ્રદેશમાં અમારી ઉપસ્થિતિ સડક, સીમેન્ટ અને કુદરતી સંસાધનોથી લઇ થર્મલ પાવર, રીન્યુએબલ એનર્જી અને પાવર ટ્રાન્સમિશન જેવા ક્ષેત્રોમાં છે. મધ્યપ્રદેશમાં અમારું ક્યમ્યુલેટિવ રોકાણ લગભગ રુ.૧૮ હજાર કરોડનું છે અને અમે આ રોકાણ થકી લગભગ ૧૧ હજાર રોજગારીની તકોનું નિર્માણ કર્યું છે. અદાણી સમૂહ આ ક્ષેત્રોમાં તેનું રોકાણ ચાલુ રાખવા સાથે અમે મધ્ય પ્રદેશમાં અમારું રોકાણ બે ગણું કરશું. અમે મધ્ય પ્રદેશમાં લગભગ રું.૭૫ હજાર કરોડનું રોકાણ કરશું.
અદાણી જૂથ દ્વારા મધ્યપ્રદેશમાં સંભવિત મૂડીરોકાણ એટ એ ગ્લાન્સ
પાંચ હજાર કરોડ ઉજ્જૈનથી ઇંદોર થી ભોપાલ સુધી મહાકાલ એક્સપ્રેસ વેનું નિર્માણ | ચોરગાડીમાં વાર્ષિક ૪૦ લાખ ટનની ક્ષમતાના ક્લિંકર પ્રક્લપો |
દેવાસ ભોપાલમાં વાર્ષિક ૮૦ લાખ ટનની ક્ષમતાના બે સીમેન્ટ ગ્રાઇન્ડીગ પ્રકલ્પો માટે રુ. પાંચ હજાર કરોડ | કુદરતી સંસાધન ક્ષેત્રમાં અદાણી સમૂહ રુ. ૪ હજાર કરોડથી વધુનું રોકાણ કરશે |
અને અન્ન પ્રક્રિયા માટેના યંત્રો, કૃષિ પેદાશો, લોજીસ્ટિક્સ અને ડીફેન્સ ઉત્પાદનના વિસ્તરણ માટે રુ.૬૦૦ કરોડનું રોકાણ | રૂ. 2100 કરોડસિટી ગેસ વિતરણ, બાયો, LNG, ઇલેક્ટરિક વાહનો ક્ષેત્રોમાં મોટા ભાગનો ઉપયોગ ગેસ વિતરણ માળખાને મજબૂત કરવા |
અદાણી જૂથના એમપીમાં અન્ય મહત્વના રોકાણ લક્ષ્યાંકો એક નજરે
સિંગરોલીમાં વિરાટ એનર્જન ઉપકરણમાં વીજળી ઉત્પાદનની હાલની એક હજાર બસ્સો મેગાવોટની ક્ષમતા વધારીને ચાર હજાર ચારસો મેગાવોટ કરવા માટે રુ.૩૦ હજાર કરોડ
૩ હજાર ૪૧૦ મેગાવોટ ક્ષમતાના પંપ સ્ટોરેજની પરિયોજનાઓ સ્થાપવા માટે લગભગ ૨૮ હજાર કરોડનું રોકાણ
મધ્ય પ્રદેશના ઔદ્યોગિક ક્ષેત્રમાં ૧૫ હજારથી વધુ સીધી અને આડકતરી રોજગારીની તકોનું નિર્માણ થશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)