અદાણી મુન્દ્રા પોર્ટે ક્રૂડ ઓઇલ લોજિસ્ટિક્સમાં નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો
અમદાવાદ, 9 જાન્યુઆરીઃ મુંદ્રા પોર્ટે ભારતના દરિયાઈ ઇતિહાસમાં એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે. અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) એ તેના મુન્દ્રા બંદર પર ભારતના પ્રથમ વેરી લાર્જ ક્રૂડ કેરિયર (VLCC) ના સફળ બર્થિંગની ઉપલબ્ધિ હાંસલ કરી છે. માઉન્ટ ન્યૂ રેનોન, જહાજ 3.3 લાખ ક્યુબિક મીટરની વિશાળ કાર્ગો ક્ષમતા સાથે મુંદ્રા બંદર ઉપર બર્થ કરાયું હતું, મુન્દ્રા ભારતનું પ્રથમ એવુ બંદર છે જે આવા સંપૂર્ણ લોડેડ જહાજને સફળતાપૂર્વક હેન્ડલ કરે છે.
ભારતની સૌથી વ્યૂહાત્મક રિફાઇનિંગ અસેટ્સમાંની એક મુન્દ્રાની VLCC જેટ્ટી લગભગ 489 કિલોમીટર લાંબી પાઇપલાઇન દ્વારા બાડમેર સ્થિત HPCL રિફાઇનરી સાથે જોડાયેલી છે. તે ભારતની ઉર્જા સુરક્ષા, મોટા પાયે ક્રૂડ આયાતની કાર્યક્ષમતા, સપ્લાય ચેઇનની સ્થિતિસ્થાપકતા તેમજ ગુજરાત અને રાજસ્થાનના આર્થિક વિકાસને વેગ આપે છે.
મુન્દ્રા સ્થિત ભારતની પ્રથમ VLCC જેટ્ટી પોર્ટ એન્જિનિયરિંગમાં અનેક રીતે મહત્વપૂર્ણ છે. તેની લંબાઈ 400 મીટર, બર્થ પોકેટ ઊંડાઈ: 25 મીટર, LOA: 333 મીટર અને મહત્તમ 360,000 મેટ્રિક ટન વિસ્થાપન ધરાવે છે. તેનો મહત્તમ ડ્રાફ્ટ 21.6 મીટર અને મહત્તમ ડિસ્ચાર્જ દર 10,000-12,000 m³ પ્રતિ કલાક વચ્ચે છે. ચાર બ્રેસ્ટિંગ ડોલ્ફિન, ઉચ્ચ-ક્ષમતાવાળા હૂક (દરેક 150 ટન SWL સુધી) થી સજ્જ છ મૂરિંગ ડોલ્ફિન અને મહાકાય જહાજો માટે અદ્યતન ફેન્ડર સિસ્ટમ્સનું દરિયાઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવે છે.
કચ્છના અખાતમાં સ્થિત મુન્દ્રા વ્યૂહાત્મક રીતે ઉત્તર અને પશ્ચિમ ભારત માટે મહત્વપૂર્ણ દરિયાઈ પ્રવેશદ્વાર તરીકે સેવા આપે છે. ઓલ-વેધર બંદરમાં 27 ઓપરેશનલ બર્થ, બે SPM અને વિવિધ શ્રેણીના કાર્ગોને હેન્ડલ કરવાની તેની ક્ષમતા છે.
મુન્દ્રા ભારતનું સૌથી મોટું કન્ટેનર હેન્ડલિંગ બંદર પણ છે, તે કન્ટેનર, આયાતી કોલસો અને વાણિજ્યિક કાર્ગો હેન્ડલિંગની ક્ષમતાઓમાં રાષ્ટ્રનું નેતૃત્વ કરે છે. 2024-25 માં એક જ વર્ષમાં 200 મિલિયન મેટ્રિક ટનથી વધુ કાર્ગોનું હેન્ડલ કરનાર તે ભારતમાં પ્રથમ પોર્ટ હતું. મુન્દ્રા પોર્ટની કાર્યક્ષમતા અને વિશ્વસનીયતા માટે 2024 અને 2025 માટે વિશ્વ બેંકના કન્ટેનર પોર્ટ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ (CPPI) માં માન્યતા આપવામાં આવી હતી.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
