અમદાવાદ, 13 નવેમ્બર: ભારતની સૌથી મોટી સંકલિત પરિવહન ઉપયોગીતા કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ)  નેચર-રિલેટેડ ફાઇનાન્શિયલ ડિસ્ક્લોઝર (TNFD) એડોપ્ટર ટાસ્કફોર્સ બની છે, જે પ્રકૃતિ સંબંધિત અવલંબન,તેની અસરો, જોખમો અને અવસરો પર TNFD-સંરેખિત રિપોર્ટિંગ અમલી બનાવવા માટે પ્રતિબદ્ધ છે. અદાણી પોર્ટસ TNFD ફ્રેમવર્કને સ્વીકારનારી ભારતની પ્રથમ સંકલિત પરિવહન ઉપયોગીતા  કંપની બનીને,  પ્રકૃતિ સાથે સકારાત્મક અનુકૂળ માળખાકીય  વિકાસ માટે એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે.

 APSEZ નાણાકીય વર્ષ 26 થી શરૂ થતા તેના કોર્પોરેટ રિપોર્ટિંગમાં TNFD ભલામણો સાથે સુસંગતતા સુનિશ્ચિત કરવા માટે ડિસ્ક્લોઝર ધોરણોને વધુ વધારશે. આ પહેલ APSEZ ની વ્યાપક ESG વ્યૂહરચનાનો મુખ્ય ઘટક છે અને પ્રકૃતિ-સંબંધિત નિર્ભરતા, અસરો, જોખમો અને તકોનું મૂલ્યાંકન અને આનુસાંગિક  કામકાજના સક્રિય અભિગમને પ્રતિબિંબિત કરે છે.

APSEZ એ પહેલાથી જ વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત માળખા સાથે સુસંગત એવા આબોહવા જોખમ મૂલ્યાંકન અને ડિસ્ક્લોઝર પ્રથાઓને સંસ્થાકીય સંચાલનનો એક ભાગ બનાવીને પર્યાવરણીય દેખરેખમાં ધોરણો સ્થાપિત કરવાનું ચાલુ રાખ્યું છે, તેના પૂરાવારુપ 4,200 હેક્ટરથી વધુ મેન્ગ્રોવ્સનું વનીકરણ કર્યું છે અને વધારાના 3,000 હેક્ટરનું સક્રિય રીતે સંરક્ષણ કર્યું છે જેણે અદાણી પોર્ટસને ભારતમાં મેન્ગ્રોવ ઇકોસિસ્ટમના પુનઃસ્થાપનમાં ખાનગી ક્ષેત્રના સૌથી મોટા યોગદાતા તરીકે સ્થાપિત કરી  છે. આ પ્રયાસો માત્ર જૈવવિવિધતામાં વધારો કરતા નથી પરંતુ આબોહવા-સંબંધિત જોખમો સામે કુદરતી બફર તરીકે પણ કાર્ય કરી ,કંપની  માટે લાંબા ગાળાની વ્યવસાયિક સ્થિતિસ્થાપકતાનું નિર્માણ કરે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)