અમદાવાદ, ૩ નવેમ્બર: વૈવિધ્યસભર અદાણી ઉદ્યોગ સમૂહના એક અઁગ અને ભારતની સૌથી મોટી સંકલિત પરિવહન યુટીલીટી કંપની અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ)એ ઓક્ટોબરમાં 37 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરીને વાર્ષિક ઉત્તરોત્તર 48%ની વૃધ્ધિ નોંધી છે. કંપનીના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ભારતમાં  અમારા પોર્ટ પોર્ટફોલિઓના કુલ કાર્ગો વોલ્યુમે 35 મિલિયન મેટ્રિક ટનના આઁકને વટાવીને 36 મિલિયન મેટ્રિક ટનને સ્પર્શ કર્યો છે. જે વાર્ષિક ઉત્તરોત્તર વૃધ્ધિના નોંધપાત્ર 43% છે.ઇઝરાયેલમાં અમારા હાઇફા પોર્ટે ઓક્ટોબર માસ દરમિયાન 1.1 મિલિયન મેટ્રિક ટનથી વધુ કાર્ગો હેન્ડલ કર્યો છે જે છેલ્લા છ માસના સરેરાશ કાર્ગો વોલ્યુમ કરતા ઉલ્લેખનીય છે.ચાલુ નાણાકીય વર્ષના  એપ્રિલથી ઓકટોબરના સાત મહિનામાં સમગ્ર રીતે APSEZએ કુલ 240 મિલિયન મેટ્રિક ટન  કાર્ગો હેન્ડલ કર્યો છે. જે ઉત્તરોત્તર વાર્ષિક 18%ની વૃધ્ધિ દર્શાવે છે. જ્યારે ભારતભરમાં કંપની હસ્તકના બંદરોના કાર્ગો વોલ્યુમના વૃધ્ધિની આ ટકાવારી 15% નોંધાઇ છે.

APSEZના મુખ્ય કારોબારી અધિકારી અને પૂર્ણ કાલિન ડાયરેક્ટર કરણ અદાણીએ કાર્ગો વોલ્યુમમાં થઈ રહેલી આ વૃધ્ધિની સફરના કારણો ઉલ્લેખતા કહ્યું હતું કે કામકાજમાં વ્યુહાત્મક ઉત્તમ કાર્યદક્ષતા ઉપર સમગ્ર લક્ષ્ય સાથે સંકલિત ગ્રાહકલક્ષી બિઝનેસ મોડેલ અને ઊપભોગતા સમેત અમારા હિસ્સેદારો સાથે લાંબા ગાળાની વ્યુહાત્મક ભાગીદારી સફળતાના મુખ્ય માપદંડો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે આ બાબત  સુધરેલી કાર્યદક્ષતા અને તકનીકી સંસાધનોનું સંકલન નવા સિમાચિહ્નો અને ગ્રાહકોની રસરુચિને સંતોષવા તરફ દોરી જવા માટેની અમારી પ્રતિબધ્ધતા દર્શાવે છે. ચાલુ નાણાકીય વર્ષના આરંભિક એપ્રિલથી ઓકટોબર-23ના સાત માસમાં ડ્રાય બલ્ક,લિક્વિડ્સ અને કન્ટેનર્સ એ ત્રણ પ્રકારના મુખ્ય કાર્ગોના પરિવહનમાં ડબલ ડિજીટની ઉત્તરોત્તર વાર્ષિક વૃધ્ધિ નોંધાવી છે. APSEZ એ ભારતમાં હેન્ડલ કરેલ કન્ટેનર કાર્ગો ઉત્તરોત્તર વાર્ષિક 13%ના વધારા સાથે 5.5 MTEUs થયો છે. જેમાં એકલા મુન્દ્રાનો ફાળો 4.2.TEUs છે. ડ્રાય બલ્ક કાર્ગોનું વોલ્યુમ 14% વધ્યું છે જેમાં આયર્ન ઓર 260%થી વધુ અને કોલસાનું વોલ્યુમ 13%થી ઉપર છે. લિક્વિડ્સ અને ગેસના વોલ્યુમમાં લગભગ 20%નો ઉછાળો આવ્યો છે.

   અમારા લોજીસ્ટિક્સ બિઝનેસે રેલ  TEUમાં ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ઉત્તરોત્તર વાર્ષિક ધોરણે 24%ની વૃધ્ધિ સાથે નોંધપાત્ર દેખાવ જાળવી રાખ્યો છે. પરિણામે સાત માસમાં કુલ 328,00 0TEUs કન્ટેનર વોલ્યુમ હેન્ડલ કર્યું છે. 43%ની વૃધ્ધિ સાથે બલ્ક કાર્ગો વોલ્યુમ 10.6 મિલિયન મેટ્રિક ટન હેન્ડલ કર્યું છે.

ચાલુ વર્ષના સાત મહિનામાં APSEZએ  5700 જહાજો હેન્ડલ કર્યા છે અને 27,300 રેક્સની સેવા પૂરી પાડી છે.